________________
૨૬o
ધમ ધમ્મિલકુમાર
એટલે તે કર્મો બીજા જન્મમાં આવે છે. તદુપરત આપઘાત કરવાથી અન્ય કર્મો બંધાય છે અને તે પણ ભાગવવા પડે છે માટે કર્મો સાથે લડવું જોઈએ. શરીર સાથે નહિ. શરીરને શિક્ષા કરવા કરતાં કર્મોને નાશ કરવાને વિચાર કરે. અને એ કર્મોના નાશ માટે ધર્મનું શરણું લે. જેથી તું તરી જઈશ.
ચંદ્રલેખા ક ધર્મ ? ધર્મ એટલે શું ? ત્યારે મુનિરાજે સમજાવ્યું કે હે બાળા? જૈન ધર્મ છે. જગતમાં કોઈ ધર્મ નથી. અને તેમાં બતાવેલ સંયમ જેવું કોઈ તપ નથી. માટે સંયમ પાળીને મોક્ષ મેળવવાની ઈચ્છા રાખ તે તારો આ ભવ અને પરભવ ને સુધરી જશે. તેથી કરીને આ બાળાએ સુનિરાજ પાસે સંયમ સ્વીકારી સાવીજી મહારાજ પાસે રહી સંચમ પાળી ખૂબજ તપ-જપ-કરી અનશન સ્વીકારી શુદ્ધ આરાધના પૂર્વક કાળ કરી મૃત્યુ પામ્યા અને બીજી દેવ લેકમાં અનુપમ કાંતિવાળી દેવી થઈ, ત્યાં આયુષ્ય પુરૂ કરી અહીં શીલવતી તરીકે જન્મ પામી.
બીજી બાજુ ચાર જાન આવેલી તે ચારે વર વિચા. રવા લાગ્યા કે કન્યા તે ગૂમ થઈ ગઈ છે. અમારે ચારે ને પરણ્યા વિના પાછા વળવાનું છે. જેથી સંસારમાં અને સમાજમાં અમે હાર્યપાત્ર બનીશું. એટલે હવે ખાલી હાથે પાછા જતાં અમને લજજા આવે છે એમ વિચારી એ ચારેય જણ વનમાં જઈ તાપસ બની તપ