________________
શીયળનું તેજ
૨૫૭ માનવીને અન્ય કોઈ કામ કરવા દેતું નથી. તેને ધર્મ શું છે કે અધર્મ શું છે તે વિચારવાને અવકાશજ મલ નથી અને નિરર્થક માનવ-ભવ ગુમાવે છે.
આમ વિકથાના ચાર ભેદ છે અને પાંચમે છે પ્રમાદજે માનવીના ચિત્તની સ્થિરતાને નાશ કરે છે. આ પાંચ ભેદ બહુ ભયંકર છે. માટે સમજે. વિચારે અને મનુષ્ય ભવને લાભ લેતાં શીખી જાવ.
જીવન ભંગુર છે. કાલની કોઈને ખબર નથી. મારા તારાની મમતા છોડી દો. આવેલી તકને ઉપયોગ કરી લે. ફરી ફરીને ઉત્તમોત્તમ તક મળતી નથી. સંસાર નાશ વંત છે. ત્યારપછી નગરજનોએ યથાશકિત વત નિયમે સ્વીકારી વંદન કરી નગરમાં ગયા. ત્યારે શીલવતીએ વંદન કરી ગુરૂ મહારાજને પૂછ્યું કે હે ગુરૂદેવ ! રાજા-મંત્રી વગેરે મારા પ્રત્યે રાગી કેમ થયા?
ત્યારે ગુરૂદેવ બોલ્યા હે ભાગ્યશાળી ! આ બધા પૂર્વ જન્મના કારણેજ બન્યું છે. કર્મ જ બળવાન છે. તે વિષે તારી પૂર્વજન્મની વાત સાંભળ.
આ જબુદ્વીપમાં અરવત ક્ષેત્રમાં ઘુતિલક નામે એક મેટું નગર હતું. તે નગરમાં કુબેર ભંડારી જેવો મહાધનાઢય શિવભૂતિ નામે એક શેઠ હતાં. તેમને મહાશ્રી નામે પત્નિ હતી. તેમને સિંહનામે પુત્ર અને ચંદ્ર લેખા નામે પુત્રી હતાં. સમય જતાં બંને યૌવન અવસ્થાને પ્રાપ્ત
૧૭