________________
રીયળનું તેજ
રપક વિગેરે હાસ્યાસ્પદ બન્યા. સતી શીલવતીએ મહારાજાની લાલને લાત મારી પોતાની પવિત્રતા જગજાહેર કરી. લલચાવનારા સંગમાં કઈ પણ સ્ત્રી ફસાયા વિના ન રહે, એમ જે મનાતું હતું તે માન્યતા શીલવતીએ ખેટી પાડી. સ્ત્રી જાતિમાં પણ પર્વત જેવી અચળતા હોય છે, અને તે પોતાના સતીત્વના તેજથી અશકયને શકય બનાવી શકે છે, એ વાત શીલવતીએ પૂરવાર કરી આપી. સ્ત્રી – જાતિ ઘણી નિર્બળ હોય છે. સ્ત્રી જાતિને ફસાવવા સારું અમુક પ્રકારના અનુકૂળ સંયોગે બસ છે; એમ જે કહે વામાં આવે છે તે કેટલું બધું નિર્મૂળ ભ્રામક છે, તે આ સતીઓએ પિતાના જીવનચરિત્રોથી સિદ્ધ કર્યું છે.
સ્ત્રી ભલે બીજી રીતે પુરૂષથી નબળી હોય પણ જે તે દ્રઢ નિશ્ચયવાળી હેય. પતિને વિષે આસ્થાવાળી હોય તે મનુષ્ય તે શું પણ દેવો પણ એમને ચલિત કરી શકે નહીં. ગમે એવા કપરા સંજોગોમાં પણ અબળા પિતાની વિશદ્ધિને ઝાંખપ લાગવા ન દે. પ્રાચીન તેમજ અર્વાચીન સતીઓના જીવનને એ એક અમૂલ્ય બેધપાઠ છે.
શીલરક્ષાને અંગે સ્ત્રીઓએ જે સાહસ ખેડ્યા છે, જે રીતે પોતાના દેહને અગ્નિને અપી દીધાં છે તે જોતાં સ્ત્રી એક મહાશક્તિ જ છે.
સતીત્વ એ જ ગૃહસ્થાધર્મને આધારસ્તંભ છે. જે પિતાના પતિને વિષે સંપૂર્ણ શ્રદ્ધા કરાવે છે, દુઃખ કે. શેકના અવસરેમાં પતિની પડખે ઉભી રહે છે. દુષ્ટ પુરૂપિનાં છળપ્રપંચને પિતાની શક્તિના બળે ભેદી નાંખે છે.