________________
૨૩૪
ધમી ઉમ્મિલકુમાર થઈ ગઈ અને ગભરાટથી ધ્રુજવા લાગ્યા. અહીં આવવા માટે પસ્તા કરવા લાગ્યા. મને જે આવી ખબર હેત તે આ સ્ત્રી પ્રત્યે પ્રેમ કરતા નહિ. કોટવાલ મને મારી નાંખશે. મારી મિક્ત લુંટી લેશે. મને આવી બુદ્ધિ કેમ ઉપજે, મારામાં આવે કુછવિચાર કેમ આવ્યું. મિત્ર નીપનિ સાથે આવે કુવિચાર કરી મેં મારું કુલ ભજવ્યું . ધિક્કાર છે એ કામવાસનાને - શીલવતી કહે હે બ્રાહ્મણ ગભરાઈશ નહિ. હજુ તે ઘણી રાત બાકી છે. તું આ પેટીમાં સંતાઈ જા. એમ કહી બ્રાહ્મણને પેટીમાં પુરી તાળું લગાવી દીધું અને બારણું ખોલીને પટવાલને પ્રેમપૂર્વક આવકાર આપ્યું. બ્રાહ્મણની માફક કોટવાલ સાથે વાતચીત કરી સમય પસાર કરી સ્નાન કરી તૈયાર થવા કહ્યું એ નાન કરી તૈયાર થાય તે પહેલાં રાજ્યને મહામંત્રી આવી પહોંચ્યો અને એણે બારણે ટકોરા માર્યા.
પિલ બ્રાહ્મણ જેવી કેટવાલની સ્થિતિ થઈ કેટવાલ પૂછયું કે અત્યારે કેોણ હશે? શીલવતી કહે મંત્રીશ્વર છે. દરરોજ અહીં આવે છે. ચિંતા ન કરશે.
મહામંત્રીના નામથી તે ધ્રુજવા લાગ્યા. તેથી બચવા શીલવતીએ પેટીના બીજા ખાનામાં સંતાઈ જવા કહ્યું. મહામંત્રીની બીકે અર્ધસ્નાન કરેલી સ્થિતિમાં તે પેટીને ખાનામાં ભરાઈ ગયું. શીલવતીએ તે બંધ કરી તાળું લગાવી દીધું અને પ્રેમપૂર્વક બારણું ખોલી મંત્રીશ્વરને આવકાર આપે. મંત્રી સાથે તેને ખુશ થાય તેવી વાતે