________________
શીયળનું તેજ
૨૩૩ જાઉં ત્યાં આવીજ માંગણી અને આવાજ હલકા વિચાર, કિક છે. કોઈ વાંધો નહિં. હું મક્કમ છું પછી દુનિયાની કોઈ તાકાત મને શીલભંગ કરવાને સમર્થ નથી. મારું શીલખંડીત થતું અટકાવવા હું બળીને મરીશ, જીભ કચરીને મરીશ, ઝેર ખાઈને મરીશ કે કુવામાં પડીને મરીશ, પરંતુ કોઈને વશ થવાની નથી. મને મારા જીવ કરતાં શીલ વધારે વહાલું છે.
શીલવતી ઘેર આવી દર-દાગીના અને કિંમતી વસ્તુઓ બીજા ઘેર મોકલી અને એક મોટી પેટી ફક્ત રૂમમાં રાખી. પલંગ બિછાવ્યું. તેના સાસુજીને કહ્યું કે હે માતાજી ! પરેઢીયે છેલ્લા ચેથા પહોરે મને જગાડવા આવજે. પોતે પોતાની રીતે તૈયાર થઈ ગઈ
સાંજ પડી. સૂર્યાસ્ત થયો. પેલો બ્રાહ્મણ તે રાહ જોઈ રહ્યો હતે. એટલે સમય પ્રમાણે તૈયાર થઈ શીલવતીને ઘેર પહોંચ્યું. શીલવતીએ બેટ દેખાવ કરી આવકાર આપ્યા. અને બેસવા આસન આપ્યું. શીલવતીએ મીઠી મીઠી વાત કરી સમય પસાર કર્યો પછી સ્નાનની તૈયારી કરી અને બ્રાહ્મણને કહ્યું કે તમે નહી જોઈને તૈયાર થઈ જાવ. તેલ કુલ અંગે લગાડે. તે મુજબ બ્રાહ્મણ તૈયાર થઈ રહ્યો હતે.
તેવામાં બીજો પ્રહર થતાં કેટવાલે આવીને બારણે ટા પાડયા. બ્રાહ્મણ ગભરાઈને પૂછવા લાગ્યું કે કેણ છે ? ત્યારે શીલવતી કહે કેટવાલ છે. તે દરેજ મારા ઘેર આવે છે. આ સાંભળીને બ્રાહ્મણની કામની ઈરછા ક્ષીણ