________________
શીયળનું તેજ
ત્યારબાદ રાજકુમારે પૂછયું હે પિતાજી? આપના સને આવા હાલ કેવી રીતે થયાં અથવા કોણે કર્યા? આપ મને તે જણાવે તે હું તેમને ભયંકરમાં ભયંકર સજા કરું અથવા તે દેહાંત દંડ આપું. ફરમાવે ! આપની આવી પરિસ્થિતિ કરનાર કેણ છે? .
રાજા બોલ્યા- હે બહાદુર પુત્ર? અત્યારે તું મન જ રહે. તાજું બધું જ બોલવું વ્યર્થ છે. સાચી હકીક્તની તને ખબર નથી એ જાણવા સૌ પ્રથમ તે સમુદ્ર શેઠની પત્નિને બોલાવી મંગાવે. પછી તે દરમ્યાન રાજા નાહી ધઈ, રાજવંશી પોષાક પહેરી રાજસિંહાસન ઉપર બેઠાં.
વળી તે બ્રાહ્મણ કેટવાલ અને મંત્રી પણ તેવી જ રીતે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી સભા મંડપમાં આવી બેઠાં. તેવામાં શીલવતી ત્યાં હાજર થઈ અને તરત જ રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતરી તેની સામે ઊભા રહી, બે હાથ જોડી નીચા નમી વંદન કર્યા અને સ્તુતિ કરવા લાગે, હે મહાસતી! અમને જીવનદાન દીધું છે. તે બદલ હું આપને ઋણી છું.
પ્રીતિને પંથ મૂકીને, વિષયની વાસના રાખી,
હૃદયમાં આગ ચાંપીને, પછી પસ્તાય તે પણ શું ? - હે મહાસતી ? તું સંસારની સ્ત્રીઓમાં મહાન છું. વળી પતિની ગેરહાજરીના સમયમાં તે તારા શીલની રક્ષા કરીને હિંમત બતાવી તે બદલ લાખ લાખ, કોટિ કોટિ ધન્યવાદ. જે કામદેવને અમે સબળ પુરૂષે હરાવી કે નમાવી શકયા નથી તેવાને ખૂબ સરળતાથી તું હરાવી