________________
૨૩૮
ધમ-ધમ્મિલકુમાર ફક્ત આ એક પેટીજ અહીં મૂકીને ગયા છે. કેને ખબર કે આ પિટીની અંદર શું હશે? તેથી નેકરી પાસે પેટી ઉપડાવી રાજ દરબારમાં લઈ ગયા. - સૌ નગરજનેની હાજરીમાં જ તે પેટી ખેલાવી, ત્યારે પેટીને પહેલા ખાનામાંથી સૌના આશ્ચર્ય વચ્ચે સોમ ભૂતિ બ્રાહ્મણ નીકળે. સભાજને સૌ પૂછવા લાગ્યા કે ભાઈ તું અહીં કેવી રીતે આવે ! બ્રાહ્મણ કહે ભાઈએ તમે જે પૂછવુ હોય તે પછીથી પૂછજે, પહેલા તપાસ આગળ ચલાવે. અને પેટના ખાના ખોલી રતને કાઢે, - બીજુ તાળું તેડતાં પેટીના ખાનામાંથી કોટવાલ નીકળે. લોકે તે સૌ વિચારમાં પડી ગયા. ત્રીજું તાળું તેડતાં પેટીના ત્રીજા ખાનામાંથી મંત્રીશ્વર નીકળ્યા. અને જ્યારે છેલ્લું તાળું તેવું તે તેના ખાનામાંથી ખુદ મહા રાજ નીકળ્યાં. " સૌની અર્ધ સ્નાન કરેલી પરિસ્થિતિ હતી અને કપડાં પણ પૂરા પહેરેલાં ન હતાં. તેઓ સર્વે સભાજને સમક્ષ નીચા મુખ રાખીને શરમીંદા બનીને ઉભા રહ્યા હતાં. ' કેઈએ કુમારને કહ્યું હે રાજકુમાર ! તું નસીબદાર કહેવાય. જેની તું શોધ કરી રહ્યો હતે તેઓ સર્વે આપ મેળે સામેથી આવીને મલી ગયાં એટલે તારી મહેનત બચી ગઈ અને ચિંતા પણ ટળી ગઈ - બીજા કેટલાંક લેકે વળી બોલ્યા કે–અહો ! આ ત્રણે જણ તે ખરેખરા સ્વામી ભક્ત દેખાય છે. દુઃખમાં પણ પોતાના સ્વામીની સાથે જ રહ્યા છે, રાયે આવા - સ્વામી ભક્તોની કદર કરવી જોઈએ. '