________________
૩૧
શીયળનું તેજ રહ્યો છે. છતી આંખે અંધ બની બેઠે છે તેને કેઈ અસર થતી નથી. તેથી તે બોલ્યા અરે ! તારુ ભાષણ બંધ કર. હું બધું જ જાણું છું પણ મારું મન મને વશ નથી તેથી હું શું કરું?
શીલવતીએ વિચાર્યું કે આ બ્રાહ્મગુ કઈ રીતે સમજે તેમ નથી. તેને ગમે તેટલું સમજાવીશ તે પત્થર ઉપર પાણી બરાબર છે. તેણે વિચાર્યું કે ગમે તે રીતે હું મારું શીલ તે ખંડીત થવા નહિં જ દઉં. ચાહે તે કરે પરંતુ હવે ત્યાંથી છટકવા અરે શીલ સાચવવા બનાવટી દેખાવ કરી પછી તેણે બે હે મહાભાગ ! તમારી વાત તો મને પણુ પસંદ પડી. યૌવન તે ભેગવવું જ જોઈએ. પતિ બહારગામ છે તેથી મને ભગવનાર કોઈ નથી પણ હવે સમજાયું કે પતિ કે પતિના મિત્ર વચ્ચે તફાવત હોય જ નહિં. મારા પતિને મિત્ર તે મારે મિત્ર અને પ્રિયપાત્ર બને જ. હું પણ ભેગ-વિલાસ માટે તરફડી રહી છું. પરંતુ જીભેથી બાલી શક્તી ન હતી હું જે પહેલાં તને સમજાવવાની વાત કરતી હતી તે માત્ર દેખાવ જ હતા અને તારી પરીક્ષા કરી હતી, હું તને સમજી શકી છું. તું મને સમજ. - અહીં કદાચ હોઈ આવી ચડે એવી ભીતી છે. જેથી આપણને મઝા ન આવે એ સ્વાભાવિક છે. માટે રાત્રિના પહેલે પહોરે તું મારા ઘેર આવજે મારા ઘરમાં અન્ય કઈ છે નહિં એટલે સુખેથી ભેગ-જોગવીશું, મૂઢ બ્રાહ્મણ તેની ચાલાકી સમજી ના શક્યા. અને તેના વચનમાં વિશ્વાસ રાખી જવાની રજા આપી.