________________
૨૩૦ . . . .
ધમ-ધમ્મિલકુમાર અહે! શું આનું રૂપ છે ! શું મનોહર સુંવાળી કાયા છે? શું એનું દેહલાલિત્ય છે ? આવી નમણી નાગરવેલ ભાગ્ય વિના મળે નહિં. ખરેખર હું પણ નસીબદાર કહેવાઉં કે આવી સ્ત્રી સામે ચાલીને, મેડા ઉપર એકાંતમાં મલવા કયાંથી આવે ? તેની દાનત બગડી હતી. આંખમાં કામ વિકાર આવી ગયે, તેથી તે બ્રાહ્મણ બે હે કમલમુખી, કમલાલી ! હું જે પત્ર અને આભુષણ લાવ્યો છું તે તે જરૂર આપીશ. પરંતુ તે પહેલાં મને તારા સાથે સંસારસુખ ભેગવવાની ઈચ્છા થઈ છે તે પૂર્ણ કર. તને જોઈને હું મેહ પાયે છું.
શીલવતી વિચારવા લાગી કે ખરેખર મેં જે વિચારેલું તે અંતે તેવી જ સ્થિતિ થઈ છે. મારું શીલ ભયમાં આવી પડયું. કામદેવના ઝપાટામાં કોઈ બાકાત રહેતું નથી. શું વિદ્વાન કે શું જ્ઞાની ! શું સ્ત્રી કે શું કન્યા. તેથી તે શાંતિપૂર્વક બોલી હે ઉત્તમ બ્રાહ્મણ ! તું તે અનેક શાસ્ત્રોને જાણકાર છે ! તારા મુખેથી આવી વાણી સાંભળી મને આશ્ચર્ય થાય છે ! લેહી-માંસ-મળ-મૂત્ર અને પરૂ ભરેલ આ દેહનો તું મેહ કરી રહ્યો છે ! પરસ્ત્રીનો સંગ એ મહાપાપ છે તે શું નથી જાણતે ? ઋષિ પત્નિને સંગ કરી ઈન શું દશા થઈ તેની ખબર નથી ? યૌવનના નશામાં અંધ બની પાપ કર્મમાં ના પડ. જે જીભ શાસ્ત્રો અને ધર્મ બેલવા માટે છે તે જીભ વડે ગમે તેવું બેલી પાપાચરણ ન કર,
પરંતુ જેના હયામાં કામ છા છે. વિકાર ઝબકી