________________
૨૨૬
ધમ-ધમ્મિલકુમાર - સમુદ્રદત્ત પિતાની તમામ જવાબદારી અને કાર્યવાહીને ભાર ઉઠાવી લીધું અને વટ-વહેવાર અને વેપાર સરળતાથી ચલાવવા લાગ્યું. તેણે વિચાર્યું કે પિતાજીએ અઢળક સંપત્તિ એકઠી કરેલી છે. હું જીદગીપર્યત વાપરું તે પણ ખુટે એમ નથી. પરંતુ હું માનું છું કે જુવાન થયા પછી બાપની કમાણી ન વાપરવી જોઈએ. આપ કમાઈ વાપરીએ ત્યારે જ ભીએ. પિતાજીની કમી ધર્મ અને દાન માટે જ હોઈ શકે.
પોતાના નગરમાં રહી કેઈ માનવી ધન ભેગું કરી શક્તો નથી. માત્ર પિટજ ભરી શકે છે. માટે દ્રવ્ય ઉપાર્જન કરવા પરદેશ જવું જોઈએ, એમ તેણે તે વાત પિતાને પ્રેમાળ પત્નિને કરી, પત્નિ સમજુ હતી તેણીએ કહ્યું કે હે પતિદેવ ! તમારી વાત ખોટી નથી. પરંતુ હું તમારે વિયેગ સહન કરી શકું તેમ નથી. જો તમે પરદેશ જશે તે કોઈપણ ભોગે હું તમારી સાથે આવીશ જ.
સમુદ્રદત્ત કહે હે પ્રિયેતને સાથે લઈ જવાની મારી કેઈ ના નથી. પરંતુ પરદેશમાં તને દુઃખ પડશે. અનેક પ્રકારની તકલીફ સહન કરવી પડશે. સૌથી વિશેષ તે એ છે કે તારા કારણે મને ખૂબ જ તકલીફ પડશે માટે સમજીને તું અહીં રહે તે સારૂં. તારા પ્રત્યે અપાર મમતા અને અત્યંત પ્રેમ હોવાથી હું જલદી પાછા આવી જઈશ. વળી તારા હૈયામાં હું હંમેશા માટે રહેલેજ છું. પછી વિરહ શાને? જતાં જતાં કહું છું કે મારી શિખામણ બરાબર પાળજે. સાસુની ભક્તિ કરજે. ગરીબ-સાધુ અને અતિથિ.