________________
આત્મકારક ગુણવર્મા
૧૬પ આમ વિચારી તે કુમાર એકાએક આવી ઉભે ત્યારે કનકવતી બેબાકળી બની ગઈ અને આકૃતિએ ભૂંસી નાંખી.
કુમારે પૂછયું કે હે પ્રિયે! તું આમ ઉદાસ કેમ છે? શું તને તારા ભાઈ મા-બાપની યાદ આવી છે? શું તને તારી સહેલીઓ યાદ આવે છે ? તને જે તે પ્રકારની ચિંતા હેય તે વિષે મને કહે છે તેને ઉપાય થાય. - કનકવતી કહે- હે સ્વામીનાથ આપ મારી સાથે સાથે છો પછી ચિંતા શાની હાય ! હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. તમારા સિવાય યાદ કરવા લાયક મારે માટે બીજુ શું હોઈ શકે !
ગુણવર્મા સમજી ગયા કે આ સ્ત્રી બોલવામાં બહુ હોંશિયાર છે. જેથી તેના હૃદયની વાત કળવા દે એમ નથી. આમ શબ્દો દ્વારા જે અતિપ્રેમ દાખવે છે એ ખરેખર તો પ્રેમને ભાવ જણાતું નથી. કાંઈ નહિ ! સમય આવે સત્ય જણાશે. ત્યારબાદ ગુણવર્મા જંગલમાં આમ તેમ ફરતા હતા. તેવામાં કોઈ અજાણ્યા માણસે તેને પૂછયું કે અહીં રાજકુમાર હાલ છે. કે નહિં. ગુણવર્માએ પૂછયું કે કયા રાજકુમાર વિશે પૂછે છે! તમે કોણ છો? તમારે તેનું શું કામ છે, તમે ક્યાંથી આવે છે! તે અજા માણસ કે ભાઈ ! શંખપુર નામના ગામના રાજા ઈશાનચંને પુત્ર ગુણચન્દ્ર કીડા કરવાને ઈરાદે અહીં આ વનમાં આવ્યું હતું. મને તેમના વિશ્વાસુ માણસ તરીકે અગત્યના કામ માટે બહાર મોકલેલ હતો. હું પાછો આવ્યા પરંતુ રાજકુમારને નહિં જેવાથી મેં આપને પૂછ્યું હતું. ત્યારે ગુણવર્માએ કહ્યું