________________
૨૦૧
અગલદત્ત-ધમ્મિલ અને ચેરી એ તેમને મુખ્ય ધધ છે. તેમના ઘરમાં હાથીદાંત અન્ય હાડકા અને ચામડાની ચીજ જોવા મળે છે. ચાકળા-ચંદરવા કે તેણે તેવી ચીજોના બનેલા હોય છે. ક્ષત્રિય વંશમાં જન્મેલે એ અર્જુન નામે તેમને સેનાપતિ તેમની સાથે રહે છે અને સીની રક્ષા કરે છે. મહાબળવાન અર્જુનને હરાવવા કેઈ સમર્થ ન હતું. તે બહુ કુર-ઘાતકી અને નિર્દય હતે.
એક દિવસ તે પલ્લી પાસેથી એક સુભટ સ્ત્રી સાથે રથમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતે. અને તેમને રેયાં. તે સુભટે ઘણા ભીલોને મારી ભગાડી મૂકયા હતા. તેથી અર્જુન તેમની સાથે લડવા આવ્યું. બન્ને સિંહ સામસામા લડવા લાવ્યા બેમાંથી કેઈ નમતું મૂકે તેવા ન હતા. આ સુભટે અર્જુનને જીત મુશ્કેલ છે. એમ સમજી પિતાની સ્વરૂપવાન સ્ત્રીને રથમાં આગળ બેસાડી. આવી સ્વરૂપવાન કામણગારી નવયૌવના સ્ત્રીને જોઈ અજુંનના હૃદયમાં વિકાર પેદા થયે. તેના હાથમાંથી હથિયાર પડી ગયાં. તેનો લાભ લઈ પેલા સુભટે અર્જુનને મારી નાખે. એ અમારે મોટો ભાઈ હતે અમે છીએ તેના નાના ભાઈએ છીએ. ભાઈ મરી જતાં અને સર્વે ભય પામી નાસી ગયાં.
અમે ઘેર પહોંચ્યા ત્યારે અમારી માતાએ અમને ન કહેવાના વેણ કહ્યાં. અરે કાયર ! ભાઈને મારનારનું વૈર લીધા વિના તમે પાછા ઘરમાં પેસી જઈને મારું નામ બેળ્યું છે. વીરમાતા તરીકેનું મારું નામ લજવ્યું છે.