________________
અલેદત્ત-ધમ્મિલ
અગલદત્ત વિચારમાં પડે કે શું આ નગરના લેકે ગરીબ છે કે કંજુસ છે? શું આ નગરમાં દુષ્કાળ પડે છે કે નગરની શેરીઓ ભીડ વાળી છે કે જેથી આ બંને સાધુએ ત્રણ ત્રણ વખત ફરી ફરીને અહીં જ વહેરવા આવ્યા હશે! તેથી તેણે વંદન કરીને ત્રીજીવાર આવેલા સાધુઓને પૂછ્યું હે મહારાજ ? આપ કયાં ઊતર્યા છે? મુનિ કહે ગામ બહાર વનમાં, એટલું કહી ચાલતા થયાં. ત્યારબાદ થોડા સમય પછી તે પેલા મુનિઓની પાછળ વંદન કરવા વનમાં ગયે. અત્યંત તેજસ્વી જૈન મુનિઓને પ્રેમપૂર્વક વંદન કર્યા. રૂપ અને ગુણના ભંડાર સમા એ મુનિઓએ ધર્મલાભ કો એક સરખા રૂપવાળા એક સરખાં દેખાવવાળા છ મુનિઓને જોઈ તે વિચારમાં પડે કે હું એકના એક મુનિ ત્રણ વખત વહોરવા આવ્યાં હતાં તેમ માનતે હતો તે છેટું કરે છે. આ છએ મુનિએ એક જ સરખાં દેખાય છે તેથી હું ઓળખી શકે નહિ. ગમે તેમ કહો પરંતુ મારા રાજાના કાર્ય માટે આવેલ તેવા મને આ મુનિઓના દર્શનને બહુ મોટો લાભ મલ્ય છે.
તેણે મુનિ મહારાજને ધર્મનું રહસ્ય પૂછતાં મુનિ રાજ બોલ્યા હે પુણ્યશાલી જગતમાં દયા જેવું બીજું કેઈ પુણ્ય નથી. જ્ઞાન–દાન જપ અને તપ પણ દયા વિના શેભતાં નથી. કોઈપણ પ્રકારની ધર્મ ક્રિયા પણ જીવિત વિના સાધી શકાતી નથી. માટે જીવનદાન જેવું કોઈ પુણ્ય નથી. જે અગ્નિ તૃષા મટાડે અને ઝેરથી માણસ જીવતો રહે એવું બને તોજ હિંસાથી પુણ્ય થાય જે અસંભવ છે