________________
અમલદધમ્મિલ
૨૦૩ હતું તેથી તેની સ્ત્રી ગભરાવા લાગી તેથી સ્ત્રીના કહેવાથી તે અગ્નિ લેવા ગયા.
એવામાં મારા આ ભાઈએ ફાનસ પેટાવ્યું એટલે તેને પ્રકાશ ત્યાં ફેલા. તે વખતે તેની સ્ત્રીએ મારા ભાઈને પ્રકાશમાં જોયે તેણીએ મારા ભાઈને પૂછયું કે આપ કોણ છે ? તે અત્યંત સ્વરૂપવાન કામણગારી આંખેવાળી નવયૌવનાને જોઈ અને તેણીએ પ્રેમપૂર્વક બોલાવ્યે તેથી તે તેણી પ્રત્યે પ્રેમાતુર બન્યું અને તે સ્ત્રી પણ મારા સ્વરૂપવાન ભાઈને જઈ આકર્ષાઈ ત્યારે મારા ભાઈએ કહ્યું કે હે રૂપસુંદરી ! મારા ભાઈના દુશમન એવા તારા પતિને હું મારીને તેને લઈ જઈશ. આથી તે સ્ત્રી બહુ ખુશ થઈ ગઈ અને બોલી કે હે વામી! જે તું મને લઈ જશે તે હું જ મારા સ્વામીને સરળતાથી મારી શકીશ. તારું કામ નહિ. કદાચ તારા ઉપર સામે ઘા કરશે તો મારી અને તારી મને કામના સફળ થઈ શકશે નહિં.
એવામાં તે સુભટ અગ્નિ લઈને આવી પહો ત્યારે મારા ભાઈએ ફાનસ ઓલવી નાંખ્યું. પેલા સુભટે પૂછયું કે અહીં મને પ્રકાશ જોવામાં કેમ આવ્યું હતું ? ત્યારે તે સ્ત્રીએ સુભટને સમજાવ્યું કે તમે લાવેલા અગ્નિનું પ્રતિબિંબ હશે એમ કહી અસલ વાત છુપાવી રાખી. પછી અગ્નિ સળગાવતી વખતે તેણે તલવાર પિતાની સ્ત્રીને પકડવા આપી અને પિતે નીચે નમી અગ્નિ કુંકતે હતો. બરાબર તે જ વખતે તે સ્ત્રીએ પોતાના પતિ એવા સુભટને મારવા તલવાર ઉગામી ત્યારે મારા ભાઈને થયું