________________
ઘન્મિલ–ભેગવિલાસમાં
૨૧૩ બોલાવ્યા હતા અને બેલાવ્યા પછી આ કન્યા મારી પ્રત્યે આવું નિષ્ફર આચરણ કેમ કરે છે? ત્યારે તાપસી કહે છે ધમિલ, અમારી આખી વાત શાંતિથી સાંભળ.
માગઘપુર નામે એક મોટું નગર છે, વિશાળ રાજ માર્ગો ઉપર હાથી ઘેડા અને રથ ભી રહ્યા છે. મેટી મહેલાતો અને ગગનચુંબી ઈમારતથી નગર શેભે છે. તેમાં અરિદમન નામે રાજા રાજ કરે છે તેમને કમલા નામે પુત્રી છે અને હું તેની ઘાવમાતા છું મારું નામ વિમલા છે.
રાજાએ પુત્રીને સ્ત્રીને લાયક બધી કળામાં નિપૂણ બનાવી છે. પરંતુ તે યુવાન થતાં પૂર્વ જન્મના ચોગે પુરૂષ પ્રત્યે નફરતવાળી હતી. તે કહેતી કે પુરૂષે તે સ્વાથ, નિર્દય, ચલિત ચિત્તવાળા અને કેઇનું ભાંગનારા જ હોય છે એટલે તે કેઈપણ પુરૂષને જુએ તો દુઃખી થઈ જતી. અનેક કુલીન રાજપુત્રોને જોયાં છતાં કોઈના પ્રત્યે તેણીને સહેજે પ્રેમ ઉપજતો નહિ, ધિકાર જ ઉપજતો. વિચા
સ્તી કે આવી સુંદર ગુણવાન કરીને પુરૂષ પ્રત્યે દ્વેષ ભાવ કેમ રહે છે ! તેથી વિચાર્યું કે જે આ છોકરીને ચૌટા વચ્ચે ભર ગીરદીમાં રાખીએ અને કદાચ કેઈ નવા યુવાન પુરૂષને જોઈને તેની પ્રત્યે રાગી થાય તે સારૂં. મેં રાજાને વાત કરી. રાજાએ તે મુજબની વ્યવસ્થા કરી. નગરની વચ્ચે મહેલ રાખે. ચારે દિશામાં બજાર અને માણસ જ દેખાતાં મહેલમાં તમામ કાર્ય માટે સ્ત્રીઓ જ હતી.