________________
શીયળનું તેજ
૨૨૧ કંઠ રૂંધાવા લાગ્યા. હાથ પગ ધ્રુજવા માંડયા મૃત્યુ નજીક આવી રહ્યું છે. હવે તે કાંઈક સમજ, એક પછી એક એમ અનેક નોટિસે આવી ગઈ છે. માનવી માત્રને એક દિવસે એ રસ્તે જવાનું નક્કી છે માટે પુણ્ય અને ધર્મ કાર્ય કરવું જ જોઈએ.
જૈન શાસ્ત્રકારોએ “વત્યુ સહા ધો” કહ્યું છે. દરેક પદાર્થને નિજ સ્વભાવ હોય છે. જડ પદાર્થને જડ રૂપ અવસ્થા છે. ચેતનને ઉપગ લક્ષણ રૂપ અવસ્થા છે. જલમાં શીતળતાને ગુણ છે. અગ્નિમાં ઉષ્ણતાને ગુણ છે. સાકરમાં ગળપણ છે. લીમડામાં કડવાશ છે. સર્ષમાં વિષ છે. સિંહમાં હિંસકભાવ છે. આમ દરેક પદાર્થને મૂળ સ્વભાવ છે તે નાશ પામતો નથી. જડ કયારેય ચેતનતા પામતું નથી. ચેતન ક્યારેય જડતા પામતું નથી. પણ તે સ્વભાવ બાહ્ય પરિવર્તનથી જણાય છે તે તેની વિકારી પલટાતી અવસ્થા છે.
- જે વસ્તુમાં પરિવર્તિત થવાનો ગુણ ન હોય તે લાકડામાંથી ખુરશી વગેરે બને જ નહિ. સેનામાંથી ઘરેણું બને નહિ. બનાવનાર બાહ્ય નિમિત્ત માત્ર છે તેમ કરવાને તેને ભાવ છે. લાકડામાં ખુરશી બનવાની યોગ્યતા હેવાથી ખુરશી બને છે. પણ પાણીની ખુરશી બનતી નથી. તેમાં તેવી ગ્યતા નથી કે વૈજ્ઞાનિક કે કુશળ કારીગર હજાર પ્રયત્ન કરે કે કલ્પના કરે તે પણ પાણીમાંથી ખુરશી કે બંગડી બની શકે નહિં કે લાકડામાંથી પાણી નિપજાવી શકે નહિ. આમ વસ્તુને સ્વભાવ વસ્તુની