________________
૧૨. શીયળનું તેજ
આ જંબુદ્વિપમાં ભરત ક્ષેત્રમાં લક્ષમી નિવાસ નામે નગર હતું. અહીં અરિમર્દન નામે રાજા રાજ્ય કરતે હતો. તે મહાબળવાન હેઈ અનેક રાજાઓને હરાવી ખંડીયા બનાવ્યા હતા. નગરની અને પ્રજાની જાહોજલાલી વધારી હતી. આ મહાપ્રતાપી રાજાએ નગરના લોકોને સર્વ રીતે સુખી કર્યા હતા. તેના રાજ્યમાં ચોરી કે લુંટફાટ કદી થતી નહિ. કુલટા સ્ત્રીઓ પ્રત્યે હંમેશા કરડી નજર રાખતો.
આ નગરમાં સાગરદત્ત નામને એક અતિ ધનાઢય શેઠ રહેતું હતું અને તેને વિનયશ્રી નામે પતિ હતી. તેમને સમુદ્રદત્ત નામે પુત્ર હતું. તે યુવાન થતો તેના પિતાએ ઘણું ધામધુમથી ઈન્દ્રદત્ત શેઠની પુત્રી શીલવતી સાથે પરણ. પિતાની પરમ કૃપા હતી. લક્ષ્મીના ઢગ પડેલા હતાં એટલે ભેગ સુખ અને મઝા સિવાય બીજી વાત નથી. પિતા હવે દિવસે દિવસે ઉંમરલાયક થતાં જતા હતા. મોડી રાત્રે પથારીમાં બેઠા બેઠા વિચાર કરે છે કે આખી જીંદગી મહેનત કરી. અને અઢળક ઘન સંપત્તિ એકઠાં કર્યા. પુત્રને પરણાવ્યું હવે તે કઈ જવાબદારી રહેતી નથી.
હે, આમાં? ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. મેં અટિલું કર્યું છે અને આ હજુ કરવાનું છે ત્યાં તે રોગ અને વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધા છે. વૃદ્ધાવસ્થા આવતા રૂપ નષ્ટ પામ્યું. શારિરીક શક્તિ નાશ પામી દાંત પાડી નાંખ્યા.