________________
ઘમ્મિલ-ભેગવિલાસમાં
૨૧૫ કયાં બોલે? કયાં મણિ અને કયાં પથરે ! ક્યાં કલ્પવેલી અને કયાં ઘાસ ? કયાં રાજપુત્રી અને ક્યાં હું ? આ કઈ રીતે શેભે ખરું ?
ત્યારે મે કહ્યું–હે પુત્ર ! આવું દોઢ ડહાપણ છોડી દે. લકમી ચાલે કરવા આવે ત્યારે મેં ધવા જવાય નહિ. આવતી લક્ષ્મીને તે વધાવી લેવી જ જોઈએ! ત્યારે ધમિલ કહે તમારી વાત સાચી છે પરંતુ મારે મારા માતાપિતાને તે પૂછવું જોઈએ ને? કહ્યું સારું જા, તેરા માતાપિતાની મંજૂરી લઈને તરત જ પાછા આવી જા. એ પ્રમાણે તે તરત જ પાછા આવ્યા અને બે – હે માતાજી ! મારા પિતાએ કહ્યું કે રાજપુત્રીને રાગ જોઈને તું શા માટે ખુશ થાય છે? તું વિચાર કે રાજ કન્યા મેળવવાને લાયક તું છું ખરો ? મોટા સાથે નાને જાય તે મરે નહિ તે માંદો તો થાય જ, તને તારા લાયક ઘણી કન્યાઓ મળશે. દાસપણું કરવું હોય તો જ રાજકન્યાને સ્વીકાર કર, અન્યથા નહિ. | મારા પિતાની અનિચ્છા હેવા છતાં જો હું આ રાજકન્યાને પરણું તે મારા પિતા મને ઘરમાં રહેવા દે ખરા. પરંતુ તે માતા ! મને એક ઉપાય સુઝે છે કે મારા મામા ચંપાપુરીમાં રહે છે. તેમને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. આ રાજકન્યાને પરણીને ત્યાં જઈને સુખેથી રહી શકું. મેં કહ્યું–કે ભાઈ તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે પણ આ રાજકુમારી સાથે લગ્ન કરી લે. રાજાના જમાઈ બન્યા પછી રહેવાની શું મુશ્કેલી રહેવાની છે?