________________
ધર્મા–ધમ્મિલકુમાર અહીંથી ચાલ્યા જાવ, ભાઈને મારનારને ગમે ત્યાંથી શોધી કાઢી મારી નાખ્યા પછી જ પાછા આવજે. દુશ્મનને જીવતે જવા દઈ તમે બાયલાની માફક પાછા આવ્યા છે તેથી મારું હૈયું ફાટી જાય છે.
આવી રીતે માતાએ ઉશ્કેરીને પ્રતિજ્ઞા કરાવીને પેલા સુભટને મારવા અમે છીએ ભાઈઓ ત્યાંથી નીકળ્યાં અને રથના પૈડાના ચિન્હો જોતાં જોતાં અમે ઉજજયિની નગ રીએ પહોંચ્યા અને એ સુભટને મારવા તેની પ્રત્યેક હીલચાલ ઉપર નજર રાખવા લાગ્યાં. એક દિવસ વસંતઋતુમાં ફીડા કરવા સર્વે નગરજને સાથે તે સુભટ પણ તેની પનિ સાથે નગર બહાર ઉદ્યાનમાં ગયે. અહીં અમે એ સુભટને સહેલાઈથી મારી શકીશું એમ વિચારી તેની પાછળ પાછળ અમે ગયાં. એવામાં કઈ ભયંકર સર્ષે તેની પત્નિને ડખ દીધો તેથી તેણીને લઈને તે કઈદેવ મંદિરમાં આવે અને પિકને પોકે રડવા લાગ્યો.
અગલદત્ત વિચારે છે કે અરે ! આ બધી જ વાત મને લાગુ પડે છે આ સુભટની વાત કરે છે તે કદાચ હું પોતેજ હઈશ? પરંતુ તે ભાવ ગોપાવી મુનિને પૂછે છે કે- હે મુનિરાજ ! પછી શું થયું !
એવામાં કોઈ વિદ્યાધરને દયા આવવાથી ત્યાં આવ્યા અને હાથના સ્પર્શથી તેની પત્નિને જીવતી કરી. તેણે વિદ્યાધરની સ્તુતિ કરી અને આભાર માન્ય વિદ્યાધર પોતાના રસ્તે ચાલતે થે. વિદ્યાધર ગયા પછી તે સુભટ તેની પત્નિને લઈ દેવમંદિરમાં આવ્યું. મંદિરમાં ઘણું અંધારું