________________
૧૧ ધમિલ ભેગવિલાસમાં
ધમ્પિલકુમાર આપઘાત કરવાનું માંડી વાળી જીવતે નર ભદ્રા પામે તેમ સમજી જીર્ણ ઉદ્યાનમાંથી પાછા ફર્યો અને એક મનહર બગીચામાં ગમે ત્યાં અશોક વૃક્ષની નીચે એક મુનિરાજને જેમાં તેમને ઉપદેશ સાંભળતે તે બેઠો હતે. મુનિએ અનેક દષ્ટાંતે દ્વારા ધર્મ સમજાવ્યું.
તે મુનિ બેલ્યા. ધમિલ ! આ અગલદત્તનું દૃષ્ટાંત તને કહ્યું તે મારી પોતાની જ વાત છે. સ્ત્રીઓ પાસેથી સુખની આશા રાખવી એ નરી મૂર્ખતા છે. ભ્રાંતિ-મોહન ભ્રમ અને કદાગ્રહ છે. મેં સ્ત્રીને કારણે અનેક પ્રકારના કષ્ટો સહન કર્યા છે. અને તેથી જ તને કહું છું કે સ્ત્રીમાં આસ, ક્ત થઈ હવે વધુ દુઃખી ન થા. I આટઆટલું મુનિના મુખેથી સાંભળવા છતાં ધમિલને ભેગવિલાસની ઈચ્છા ઘટતી નથી. એટલે દલીલ કરે છે કે હે મુનિ ! શું બધી સ્ત્રીઓ એક સમાન હોય છે? હું માની શક્તો નથી કેમકે એક જ હાથની પાંચે આંગળીઓ સરખી નથી અરે ! જેની કુક્ષીમાં જિનેશ્વર દેવે ચક્રવતીએ વાસુ દેવે અને એવા અનેક મહાપુરૂષે જન્મ પામ્યા છે એ રીતે રતનની ખાણ સરખી સ્ત્રીઓને નિંદનીય કેમ કહી શકાય ? વળી સ્ત્રીઓને જ કેમ? શીલથી ભ્રષ્ટ થયેલાં કેટલાંક પુરૂ
ને ન તજવા જોઈએ? તેમજ શીલવતી સતીએ શું ઉપાસ્ય નથી ?'
હા. કોઈએક સ્ત્રી ચારિત્રવિનાની હોય પણ તેથી બધી જ સ્ત્રીઓ એવી હોય એવું માનવું વ્યાજબી નથી.”