________________
૨૦૬
ધર્મ-ધુમ્મલકુમાર કરતાં કરતાં ઠેર ઠેર વિહાર કરીએ છીએ. અમારા જીવનમાં વૈરાગ્યનું કારણ એક “શ્રી” જ છે.
- મુનિની વાણી સાંભળીને અગલદત્ત બેત્યે, હે મુનિ રાજ ! તમારા ભાઈ અજુનને મારનાર હું પોતે જ છું. અને આપની વાતથી જ મને જ્ઞાન થયું કે મારી સ્ત્રી કેવી છે ! હે પ્રભુ ! સારું થયું કે મારી પત્નિના હાથે હું મૃત્યુ પામે નહિં. નહિંતર આર્તધ્યાનપૂર્વક મરીને હું નરકમાં
જ જાત. | હે મુનિરાજ ! આપની વાણી સાંભળી મારી આ ખુલી ગઈ છે. અત્યાર સુધી સ્ત્રીમાં આસક્ત રહી જીદગીના અમૂલ્ય વર્ષો વ્યર્થ ગુમાવ્યા છે. આજે આપનો સત્સંગ મને લાભદાયક થયે છે. મારો વિષય મેહ દૂર થઈ ગયે છે. હવે તે ભવસાગરમાં ડૂબી રહેલાં એવા મને બચાવે હવે મને આ સંસાર ખારે ઝેર લાગે છે મને દીક્ષા આપો. આમ સંસારમાંથી વિરક્ત થયેલા એવા આ અગલદત્તને મોટા મુનિએ દિક્ષા આપી. અને તેની પાછળ ખૂબ મહેનત લઈ સાધુઓને સઘળે આચાર શિખવાડયે - આમ અગલદત્ત સાધુ બની ગામે ગામ વિહાર કરતા થકા અહીં આવ્યા. તે હું પોતેજ છું એમ ધમિલને સમજાવ્યું.
• ધમ, પાપીઓને પણ તારે છે. ૦ ધમ, અસતમાંથી સસ્પંથે લઈ જાય. ૦. ધર્મ એ જગતના માટે તારણભૂત છે.