________________
૨૦૪
ધમ-ધમ્મિલકુમાર કે અરેરે? આ સંસારમાં આવી પણ સ્ત્રીઓ છે જે પિતાની વાસના સંતોષવા પ્રિયજનને પણ મારતાં અચકાતી નથી. આવા સુંદર-શુરવીર અને પ્રેમવાળા પતિને મારતાં જે સ્ત્રી સહેજે ખચકાતી નથી તે મારા પ્રત્યે કેવી રીતે પ્રેમવાળી થઈ શકશે? આવી સ્ત્રી ઉપર વિશ્વાસ કેવી રીતે કરાય ?
આ સંસારમાં પુરૂષે અત્યંત સ્નેહથી સ્ત્રીઓનું પિષણ કરે છે. સ્ત્રી માટે અનેક દુઃખ સહન કરે છે. પિતાનું શરીર પણ સોંપી દે છે એવી સ્ત્રીઓને સારી રીતે સંગ કરે છે. સ્ત્રીઓ વાસના સંતોષવા બહેકી જઈને પુરૂષને મારી નાંખતા સહેજે વિચારતી નથી. સ્ત્રીના મનની ચપળતા કોઈ સમજી શકતું નથી. તેથી મારા ભાઈએ તે સ્ત્રીને હાથ કંપા જેથી તેણીના હાથમાંથી તલવાર પડી ગઈ. પેલા સુભટે પૂછ્યું કે આમ કેમ? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે મારા હાથમાંથી તલવાર પડી ગઈ. તેમ છતાં પિલા સુભટે તેના ઉપર વિશ્વાસ રાખે અને મંદિરમાં રાત વિતાવી.
મારે ભાઈ આખી રાત તે દેવ પ્રતિમાની પાછળ બેસી રહ્યો અને સવાર થતાં સુભટ તેની સ્ત્રીને લઈને ગયે. ત્યારબાદ તે ત્યાંથી નીકળી અમારી પાસે આવી સર્વ હકીક્ત કહી. ત્યારબાદ અમે વિચાર્યું કે હવે આપણે એ સુભટની પાછળ એને ઘેર જવું યોગ્ય નથી. માતાની આજ્ઞાથી આપણે શત્રુને મારવા નીકળ્યા છીએ પરંતુ સૌથી પ્રથમ તે આપણે સાચા દુશ્મનોને ઓળખી તેને મારવા જોઈએ. આપણા સાચા હુકમને છે મેહ અને કામ. જગતમાં માનવી જેવા દુશ્મનને તે સૌ મારી શકે છે પણ