________________
યસ્મિલ-ભાગવિલાસમાં
૨૦૩
આય ંબીલનું તપ કરીશ તે મનવાંછિત લક્ષ્મી જરૂર પ્રાપ્ત થશે. જેવી રીતે અગ્નિ સુવ ને શુદ્ધ કરે છે. ગરમી વરસાદ લાવે છે–ક્ષાર કપડાના મેલ દૂર કરે છે. કડવાશ રોગ મટાડે છે. ટાંકણુ મૂર્તિની પૂજા કરાવે છે. જમીન ધાન્ય નીપજાવે છે તેમ આ છમાસના આયંબીલનું આકરું તપ તરત ફળે છે. તેથી તરતજ ધમ્મિલે સાધુનું વ્રત અ ંગીકાર કર્યું. સાધુના વેષ પહેરી ત્યાંથી તુરતજ વિહાર કરી કાઈ અનજાન નગર પાસે કોઈ ભૂતમંદિર જેવા સ્થળે રહ્યો.
મુઠ્ઠીભર અનાજ જેટલા આહારથી જીવન નભાવતા થકે પોતાનુ આકરૂ' તપ કરવા લાગ્યા. સ્નાન વિનાનું પર સેવાથી ચીકાશવાળું શરીર મેલાઘેલા કપડાં તથા તેમાં ઉત્પન્ન થતાં જૂ લીખ, માંકડ, ડાંસ, વગેરે જંતુઓથી થતી ઉપદ્રવની વ્યથા પણ સહન કરવા લાગ્યા આમને આમ છ માસ પસાર થઈ ગયાં. ત્યારે તેણે આકાશમાંથી દેવવાણી સાંભળી.
હું ધમ્મિલ ! તુ વિશ્વાસ શ્રદ્ધા રાખજે ! તુ વિદ્યાધર રાજાની અને શાહુકાર શેકીયાઓની ખત્રીસ કન્યાએ મેળવી વિપુલ સ’સારસુખ પામીશ. અને તારી ઇચ્છા મુજબ ભાગ-મુખ તથા લક્ષ્મી પણ મેળવીશ આ સાંભળી ધમ્મિલ રાજી થયે.
દેવની વાણી સાંભળી ધમ્મિલ ભૂતના મઢમાં બેઠા હતેા. તેવામાંજ કોઇક તાપસખાઈ ત્યાં આવી અને એલી કે અહીં ધમ્મિલ છે ? ધમ્મિલે કહ્યું હા હુ જ વ્યસ્મિલ
૧૪