________________
અગલદત્ત-ધમ્મિલ
વિદ્યાધરના ગયા પછી શ્યામલત્તાને લઈ તે મદિરના અંદરના ભાગમાં ગયો ત્યારે સ્પામદત્તા કહે છે. તે સ્વામી આ અંધારા દેવમંદિરમાં મને ગુંગળામણ થાય છે. ડર લાગે છે. તેમ છતાં તેને ત્યાં બેસાડી અગ્નિ લેવા ગયે અને જેમ બને તેમ જલદીથી અગ્નિ લઈને પાછા આવવાની ઈચ્છા રાખતો હતો. નજીકમાંથી જ અગ્નિ મલતાં તે લઈને પાછો આવી ગયો. - હાથમાં રહેલ અગ્નિ તેની હાંસી કરે છે કે જેણીને માટે તું જીવ આપવા તૈયાર થાય છે. જેની તું સેવા કરે છે. તેણીનું આચરણ અને તેણીના હૃદયમાંના ભાવ જ્યારે તું જાણીશ ત્યારે તેના પ્રત્યે તેને નફરત થશે.
અગલદત્ત દેવમંદિરમાં આવ્યું ત્યારે અંદરના ભાગમાં તેને પ્રકાશને ઝબકારો દેખાય ત્યારે તેણે શ્યામદત્તાને પૂછયું કે અંદર પ્રકાશ કેમ દેખાય છે! ત્યારે મેલા મનવાળી શ્યામદત્તા કહે છે કે એમાં શું પૂછે છે. તમે અગ્નિ લાવ્યા છે તેનું કોઈ પ્રતિબિંબ પડતું હશે. બીજું તે શું હોય? ત્યાર પછી થોડા સુકા લાકડાં ડાંખળીઓ ભેગાં કરી તેમાં અગ્નિ મૂકી તે સળગાવવા શ્યામદત્તાને તલવાર પકડાવી. વાંકેવળીને અગ્નિમાં કુંકે મારવા લાગે. એવામાં તલવાર પડી હોય તે અવાજ આવ્યો એટલે થામદત્તાની સામે જોયું. ત્યારે તેણી બોલી કે તલવાર મારા હાથમાંથી અજાણતા પડી ગઈ છે. તેને અવાજ થયેલ છે. અગલદત્તને શ્યામદત્તા સમજાવે છે કે હે પતિદેવ? આપ જાણો છે કે સ્ત્રીઓ જન્મથી જ બીકણ સ્વભાવની હોય છે. જેથી