________________
૧૯૮
ધર્મી ધમ્પિલકુમાર તેમના હાથમાં તલવાર શી રીતે પકડી શકે ? બીકથી મારા હાથમાંની તલવાર પડી ગઈ તેમાં કોઈ આશ્ચર્ય નથી. ત્યારબાદ અગ્નિ બરાબર સળગાવી વાતાવરણમાં ગરમા લાવી. શ્યામદત્તાને સુવાડી દીધી અને પોતે આખી રાત ત્યાં જાગતે પડી રહ્યો સવારે તેને લઇને ઘેર ગયા. ત્યારબાદ તેણીના ખબર અંતર પૂછવા આવેલાં સગા સ્નેહીઓને બનેલી બધી વાત પણ કહી.
ત્યારબાદ સુખેથી આનંદ વિનેદ કરતાં કરતાં ભાગ વિલાસમાં દિવસો પસાર કરવા લાગ્યું. ભગ એ રોગનું ઘર છે છતાં માનવી અજ્ઞાનતામાં ભેગની લાલચમાં લપેટાએલે રહી અધિક ભેગ ભેળવી માનવ ભવ ગુમાવે છે. - એક દિવસ તે બપોરના ભોજન પતાવીને બે હતું. ત્યાં બે મુનિ મહારાજ ગોચરી વહેરવા ત્યાં આવી ચડયા. અત્યંત મેલાઘેલા કપડાં અને પસીનાથી તરબોળ એવા મુનિને જોઈ તેણે વિચાર્યું કે ખરેખર ત્યાગી તે આ મુનિએ જ છે. એમના હૈયામાં નથી રાગ કે નથી હૈષ, આવા વસ્ત્રોમાં પણ તેઓ આનંદથી રહે છે. ધન્ય છે તેમના ત્યાગને ! કઈ ચીજને મમતા નથી. માનપૂર્વક તેણે મુનિમહારાજને ભાત પાણી વહોરાવ્યાં. તે ગયા કે તરત જ તેમના જેવી જ તેમના જેવી જ આકૃતિવાળા બીજા બે મુનિ મહારાજ આવી ચડ્યા. તેમને પણ પ્રેમ પૂર્વક વહોરાવ્યું. તે ગયા કે તરત જ તેમના જેવી જ આકૃતિવાળી ત્રીજા બે મુનિ મહારાજ આવી ચડ્યાં. તેમને પણ પ્રેમથી વહરાવ્યું.