________________
૧૯૦
ધમ ધમ્મિલકુમાર ઊભેલું જોયું તેમનામાંથી બે માણસેએ અગલદત્ત પાસે આવીને પૂછયું. હે ભાઈ! તમે કયાંથી આવે છે અને કઈ તરફ જઈ રહ્યા છે? તેણે કહ્યું કે ભાઈ ! હું કૌશાંબીથી આવું છું અને ઉજજયિની જઈ રહ્યો છું. ત્યારે તેઓએ કહ્યું. હે બહાદુર મિત્ર! તું કહે તે અમે આ સકળસંઘ તારી સાથે પાછળ પાછળ ચાલતો આવે, કારણ કે આગળને રસ્તે ભયંકર છે. રસ્તામાં ગંભીરવેદી હાથી, દ્રષ્ટિવિષ સર્ષ નરભક્ષી વાઘ અને અજુન નામે લુંટારે છે. આ બધાં વિદ્ધ કરનારા હોઈ અમને ડર લાગે છે.
અગલદત્તે કહ્યું ભાઈએ ! તમારે કોઈને ડર રાખવાની જરૂર નથી. હું તમારું રક્ષણ કરીશ. આથી સર્વે લેકે રાજીથતા તેની સાથે સાથે ચાલવા લાગ્યા. તે વખતે કઈ તાપસ આવી પહોંચ્યા અને કહેવા લાગ્યું કે હું પણ ઉજજયિની નગરે જવાની ઈચ્છા રાખું છું. હું શ્રાવક છું. ઘણા વખતથી ત્યાં જવાની ઈચ્છા હતી પણ રતામાં હાથી સર્પ સિંહના ડરને કારણે જઈ શકયો ન હતે માટે જો આપ રજા આપે તે હું સાથે આવું ત્યારે સૌ લોકો બેલ્યાં કે સુખેથી આવ– અમને કાંઈ વાંધો નથી આથી તે પણ સૌની સાથે ચાલવા લાગ્યા.
નિર્ભય બનેલ સંઘ ચાલ્યા જાય છે. સર્વત્ર આનંદ આનંદ છે. ત્યાં તાપસે પિતાની પાસેની પચીસ સોના મહેરે બતાવી અને બોલ્યા કે કઈક ધર્મિષ્ઠ ભાઈએ દેવપૂજા માટે મને આપી છે. આ નામ સાચી છે કે નહિં તે જોઈ આપશે ?