________________
૧૯૧
અગલદત્ત-ધમ્મિલ
તે જોઈને સંઘના કેટલાંક માણસ બોલ્યા- અરે તાપસ ! કેઈએ તને બનાવ્યો છે. આ તો સોનામહેરો નથી પણ પિત્તળ છે. તેનું સમજીને નાહકને કૂદાકૂદ કરે છે? તે સાંભળી પિતે છેતરાયે છે. તે દેખાવ કરી રડવા લાગ્યા અને જમીન ઉપર આળેટી પડયે છાતી ફૂટવા લાગે.
તેના ઉપર દયા આવવાથી સંઘના લોકોએ કહ્યું કે હે ભાઈ ! તું રડ નહિં. કેઈએ તને છેતર્યો છે પણ શેક કરીશ નહિં અમારી પાસે બીજી અનેક સેનામહોરો છે. તને અમે આપીશું. ચિંતા કરીશ નહિ આ સાંભળી પેલે લુચ્ચે તાપસ મનમાં હર્ષ પામે. દુષ્ટઆશય મનમાં રાખી સૌની સાથે ચાલવા લાગ્યા.
મહા–બુદ્ધિમાન એવા અગલદત્ત આ તાપસને જોઈને વિચાર્યું કે આમાણસ ઉપર વિશ્વાસ કરવા લાયક નથી. આની દરેક હિલચાલ ઉપર નજર રાખવી પડશે. આમને આમ આમ આ સંઘ ઘણે દૂર નીકળી ગયા. મધ્યાન્હ થઈ ગયે. સંઘના માણસે થાકી ગયા હતા. એટલે કે નદી કિનારે વિશાળ વૃક્ષના છાંયડામાં બેઠાં, તે સમયે પેલા તાપસે કહ્યું કે આજે તમે રસોઈ કરશે નહિં. હું સૌની જમવાની વ્યવસ્થા કરું છું. સામે દેખાય તે એક ગામ છે. તેમાં ઘણું હેર છે અહીં થઈને પસાર થતાં વટેમાર્ગુઓને માટે સદાવ્રત જેવું છે દૂધ-દહીંની ઘણી છત છે. અહીં મેં ચાતુર્માસ કરેલ છે. તેથી અહીંના લેકે મારા પરિચયવાળા છે માટે હું ત્યાં જાઉં છું અને વ્યવસ્થા કરું છું એમ કહી તે તાપસ તે ગામમાં ગયે.