________________
૧૭૮
ધર્મી-ઘમ્મિલકુમાર બોલી હું આ ઘરના માલિક યક્ષદત્તની પુત્રી છું. મારું નામ શ્યામદત્તા છે. મારા મકાનના ઝરુખેથી હું દરરોજ તને અભ્યાસ કરતે જેઉં છું. તને જોયો છે ત્યારથી તે હું તારા પ્રત્યે આકર્ષિત થઈ છું. તને અભ્યાસમાંથી ચલિત કરી મારી સામે જેવા ઘણા પ્રયત્ન કર્યો પણ તેમાં હું નિષ્ફળ નીવડી છું. મારું મન તારામાં લાગેલું હોવાથી તારા વિના હું રહી શકું તેમ નથી. યૌવનથી થનગની રહેલી મારી કાયાને કામદેવના બાણ વધી નાંખે છે માટે મને રવીકાર. મારી સાથે પ્રેમ કર અને વાસના પૂર્ણ કર. એમ કહી અગલદત્તને પગમાં પડી.
અગલદત્ત ખૂબ સમજાવી ઊભી કરી અને કહ્યું- હે કુમારી ! તારા હૈયાની પ્રેમવાણી મેં સાંભળી છે. હું સમજુ છું. તારા રૂપથી હું કંઈક આકર્ષાય પણ છું પરંતુ મારે મારી લમણ રેખા ઓળંગી શકાય તેમ નથી. જ્યાં સુધી હું અહીં ગુરૂકુલમાં રહી અભ્યાસ કરું છું ત્યાં સુધી સ્ત્રી સામે જેવું એ મારા માટે પાપ છે તે સ્ત્રીને સંગ કે રંગ કયાંથી હોઈ શકે ?
શ્યામદત્તાએ કહ્યું છે સ્વામી ! મારી આટલી નગ્ન પ્રાર્થના છતાં હુકરાવે છે? શું તમને મારા પ્રત્યે પ્રેમ નથી ઉપજતે? શું મારામાં કઈ ખામી લાગે છે ?
અગલદત્ત કહે હે હરિણાક્ષી ! તું કહે છે એ મને જરૂર ગમે છે પણ અત્યારે ન શોભે, તું શાંતિ રાખ જ્યારે હું અહીંથી ઉજૈની જઈશ ત્યારે તેને સાથે લઈને જઈશ.