________________
૧૮૦
ધમી –મ્મિલકુમાર અગલદત્ત કહે શું હું ભિખારી છું ? તમે મને ભિખારી ધારે છે? હું ધન માટે નહિં પણ યશની ઈચ્છાથી આ છું. આપ મારી પરીક્ષા કરી મને તેનું પ્રમાણપત્ર જોઈએ છે. મનમાં વિચારે છે કે જે રાજા બે સારા શબ્દો પણ બોલી શકતો નથી. તેની પાસે બીજી આશા રાખવી નકામી છે
રાજા કહે- તે જે તારી કલા બતલાવી એ જોઈને કલાથી અજાણ એવા કે જરૂર ખુશ થાય. પરંતુ અમારા જેવા સર્વ કક્ષામાં નિપૂર્ણ છીએ એવા અમે શી રીતે ખુશ થઈ શકીએ ? તારી આ કલા તે ફક્ત આજિવીકા માટે જ એગ્ય છે, મારે તારી અન્ય પર ક્ષા કરવી છે. તેમાં તું યે મેળવી બતાવ જેથી મને આનંદ થાય
સંસારમાં સર્વે પ્રાણીઓ પોતપોતાની કલામાં પ્રવિણ હોય છે. પરંતુ પુણ્ય વિના કેઈને લક્ષ્મી સુખ કે સફળતા પ્રાપ્ત થતાં નથી. ધર્મ વિનાની તમામ કલાએ માથા વગરના ધડ જેવી છે. અને એટલે જ સંત પુરૂ તથા સામુનિએ કેવળ ધર્મનેજ વખાણે છે.
આમ વાતચીત ચાલતી હતી તેવામાં અત્યંત દુઃખી થતાં નગરના લોકો હાથમાં ભેંટણી સહીત આવી પ્રણામ કરી રાજાને વિનંતિ કરવા લાગ્યા કે હે રાજન તમારા રાજમાં ચેરના ઉપદ્રવથી અમે ત્રાસી ગયા છીયે. અત્યાર સુધી ધનની ચોરી થતી હતી ત્યાં સુધી અમે મુંગે માટે સહન કર્યું. પરંતુ માનવીની જાનહાની થવા લાગી એ ખરેખર અસહ્ય છે અને તેથી જ અમે આપની પાસે રક્ષા મેળવવા આવ્યા છીએ. તમામ સિવાય બીજે ક્યાં જઈ પોકાર કરીએ ?