________________
૧૮૧
અગલદત્ત-ધમ્મિલ
આ સાંભળી રાજા એકદમ કોપાયમાન થઈ ગયે અને રાજ્યના મુખ્ય અમલદારે અને પોલીસે બેલાવી ખૂબ જ તતડાવ્યા. અને કહ્યું કે રાજને પગારખાઈને આળસુની પેઠે પડી કેમ રહ્યા છે. તમારી બે જવાબદારીએ મારી અપકીર્તિ સમાન છે. હું આવું સહન કરી શકું તેમ નથી. જાએ, અને ગમે ત્યાંથી સાત દિવસમાં તેમને ચિરને] પકડીને મારી સમક્ષ હાજર કરે. જો તમે તેમાં નિષ્ફળ જશે તે હું માનીશ કે તમે જ કરે છે અને તેમ સમજી તમને આકરામાં આકરી સજા કરીશ.
રાજાને હુકમ સાંભળી સૌ અમલદારના મુખ નિસ્તેજ થઈ ગયાં બરાબર તે સમયે અગલદત્ત ઊભા થઈને રાજાની સમક્ષ નમન કરી બોલ્યા. હું સ્વામી ! આ સૌ પોલીસ અમલદારોને માથેથી આ જવાદારીમાંથી મુક્ત કરે. આ કાર્ય આપની આજ્ઞા હોય તે સાત જ દિવસમાં હું કરી બતાવીશ. હું જાણું છું કે બોલવું સહેલું છે પરંતુ કરી બતાવવું અત્યંત કઠીન છે. છતાં ફીકર નહિં.
અગલદત્તની વિનંતિને રાજાએ અસ્વીકાર કર્યો અને કહ્યું, કે સાત દિવસમાં રાજના ચોરને પકડી લાવે. તમારા કામના રાજા કદર કરશે. તેથી તે ચોરની શોધ માટે નીકળી પડ્યા. સવારથી સાંજ સુધી અને રાત્રિ દરમ્યાન પણ ફરતો રહેતો. જુગારખાનામાં દારૂની દુકાનેએ હોટલમાં કલમાં અને સદાવ્રતના સ્થાનોમાં ફરતો રહ્યો. વળી તિરછી નજરે દરેકની હિલચાલ ઉપર પુરું ધ્યાન આપતે હતો. નગરમાં ચારેબાજુએ જુદા જુદા સ્થળોએ જુદાજુદા