________________
અગલદત્ત-ધમ્મિલ
૧૭૯ એવી રીતે મનાવી. સમજાવી પટાવી અને સોગંદપૂર્વક કહ્યું ત્યારે શ્યામદત્તાને આશ્વાસન મલ્યું કે આ અગલદત્ત મારી સાથે પ્રેમ કરે છે અને મને લઈ જ જશે.
હૈયામાં શ્યામદત્તાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. તેની યાદ વાગોળતાં સમય પસાર કરતાં કરતાં એક દિવસ અગલદત્તે ગુરૂ પાસે જઈને વિનંતિ કરી. હે ગુરુદેવ ! મારે કલાન્યાસ લગભગ પૂરે થવા આવ્યું છે. આપની આજ્ઞા હોય તે હું મારી કલા રાજા પાસે રજૂ કરી ખુશ કરું પ્રસિદ્વિમાં આવેલી કલા આશીર્વાદરૂપ બને છે.
ગુરુએ તેની વાત કબુલ રાખી ગુરૂ સાથે રાજસભામાં ગયાં. રાજાને વંદન કયાં રાજાએ આગમનનું કારણ પૂછયું. ગુરૂએ વિગત કહી. રાજા કહે. ડીક છે. હવે તારા શિષ્યને કહે કે તેની કલા અહીં રજૂ કરે. ગુરૂની આજ્ઞાથી અગલદત્તે પિતાની ધનુવિદ્યા બતાવી, શસ્ત્ર વિદ્યા બતાવી વગેરે અન્ય શસ્ત્રોની ચાલાકી ચતુરાઈને ખેલ બતાવ્યાં.
તેની અદ્દભુત કળાથી સમાજને સૌ ખુશ થવા લાગ્યા પરંતુ રાજ બોલ્યા- હે યેઢા ! તારી કલા જોઈ મને સહેજે આશ્ચર્ય થતું નથી. ઘણા નટ-બહુરૂપી જેવા માણસે પેટ-ભરવા માટે આવી કલા અને ખેલ બતાવે છે. માટે તારે કલાના દર્શન બદલ જેટલું જોઈએ તેટલું ધન માંગે તે આપીએ. અમે તે જૈનધમી છીએ. દયા અમારે રૂંવાડે રૂંવાડે છવાયેલી હોય છે. અને કોઈ આશાભર્યો આવે તેને કદી નિરાશ કરતાં નથી.