________________
ધમ-ધમ્મિલકુમાર મારા લાડલાં પુત્ર ! જે તું મને આનંદમાં રાખવા માંગતા હોય, મારું દુઃખ દૂર કરવાની ઈચ્છા હોય, તે. મારી વાત શાંતિ પૂર્વક સાંભળ અને વિચાર કરે.
તારા પિતાને એક મિત્ર હતાં. તે શાસ્ત્ર કળામાં નિપૂણ છે. હાલમાં તે કૌશાંબી નગરીમાં રહે છે. તેની પાસે જ બધી વાત કરજે અને ત્યાં તેમની પાસે રહીને વિદ્યાભ્યાસ કરજે. તેમાં પારંગત થઈને પછી તારી પદવીનું પાલન કરજે. તેવી રીતે માતાની આજ્ઞા માની કૌશાંબી નગરીએ ગયે. અગલદત્ત પિતાના પિતાના મિત્રને મલ્યા. બરાબર ઓળખાણ આપી. તેથી દ્રઢપ્રહારીએ તેને ઓળખે. સૌના ખબર અંતર પૂછ્યા. રડતાં રડતાં પિતાના મૃત્યુની વાત કરી તે સાંભળી દ્રઢપહાર પણ ગળગળા થઈ ગયે. અને બેલી ઉઠયે હે મિત્ર ! તારા મૃત્યુની વાત સાંભળી મારું હૃદય ફાટી જાય છે. હવે તારું માં પણ જોવા મલવાનું નથી. અતિશય કલ્પાંત કરવા લાગ્યું.
પછી અગલદત્તને કહે છે કે હે પુત્ર! તું ઢલ થઈને રડીશ નહિં શક છોડીને તું અહીં મારી પાસે રહી કલાને અભ્યાસ કરી બાપ જે બહાદુર થા, શુભ દિવસે કો:જ્યાસની શરૂઆત કરી પુત્રની માફક રાખી બરાબર જ્ઞાન આપ્યું. ત્યારબાદ ધનુર્વિદ્યા શીખવી. નિત નિત નવું શીખવા અગલદત્ત દરરોજ વહેલી સવારે ગુરૂને ઘેર જતે ઉત્તમ આચાર વિચારવાળા નમ્ર અને વિનયી પુરૂષમાં લક્ષ્મી અને સરસ્વતી બંને રહે છે.