________________
અગલદા–ધમ્મિલ છે. આ
૧૭ બાલક અગલદત્ત માતાને રડતી જોઈ રહેતું. સમય જતાં તે મોટો થશે. થોડી સમજણ આવી ત્યારે પૂછે છે કે હે માડી ! તું હંમેશા કેમ રડે છે અને આમ દુબળી કેમ પડી ગઈ છે. તે–તે કહે. ત્યારે શામતિ કહે કે તારા પિતાજી આપને મૂકીને ચાલ્યા ગયા પછી સુખશાંતિ કયાંથી હોય? પતિની સાથે સાથે તમામ સુખ નષ્ટ થઈ જાય છે.
આમને આમ સમય સરકી રહ્યો છે. અગલદત્ત મેટો થઈ ગયો. રાજાએ પ્રતિહારની પદવી આપી તેના બાપની
કરી સેવા લક્ષમાં રાખીને) આ પદની અને તે અંગેનું કામકાજ સંભાળવા લાગે ધીરે ધીરે પદવીનું અભિમાન આવવા લાગ્યું, ત્યારે તેની માતાએ કહ્યું કે હે પુત્ર! તારા પિતાની પદવી બીજાને હાથ ગઈ છે તેનું મને દુઃખ છે. આ પ્રતિહારથી જગની કઈ કિંમત નહિં. તું તારા બાપની અસલ જગા મેળવે તો મને આનંદ થાય.
વળી આવી પ્રતિહારની જગા મેળવીને છેટું આમિ. માન કરે છે. “અધૂરો ઘડો છલકાય ઘણે એવું દેખાઈ આવે છે. તારામાં જે કાંઈ શક્તિ કે આવડત હોય તે પિતાની જગા મેળવીને સુખી થા મારા જીવને પણ શાંતિ થશે છે. ગાડરડાના રે બચ્ચા હોય તે બિચારાં કહેવાય છે. જ્યારે સિંહનું બાળ એકજ હોય છે તોએ હજારો કહે વાય છે. એટલે કે યૌવન વયમાં કુટુંબને ભાર ઉઠાવી પિષણ કરનારા વીરલાં તે ભાગ્યેજ બે ચાર નીવડે છે. પૃથ્વી ઉપર હજારે માણસે હોય છે પરંતુ પારકાનું દુઃખ દૂર કરનાર નિઃસ્વાથી તે ભાગ્યે જ મળી આવે છે.