________________
૧૩૧.
આત્મકારક ગુણવર્મા તે મુજબ મને અહીં આપની પાસે મોકલ્યા છે. લે આ આમંત્રણ પત્રિકા અને આપ જલદીથી શ્રીપુરનગરીએ પધારી અમને આભારી કરે.
દઢ ધર્મ રાજાએ વિચાર્યું કે હવે હું ઘરડો થયે છું. આ ઉંમરે પરણવાની ઈચ્છા કરવી એ કોઈપણ રીતે રોગ્ય નથી. માથે ધેળા આવ્યા પછી વિષય વાસનામાં લેપી બની લગ્ન કરે છે તેની સમાજમાં સ્ત્ર હાંસી કરે છે માટે મારે તે ન ખપે. પણ ત્યાગ માર્ગ ખપે.
કુમાર યુવાન છે. અપ્સરા જેવી સૌદયવાન અને બુકમળ કન્યા ગુણવર્મા માટે જ એગ્ય કહેવાય. અમારે તે હવે જંગલમાં કે કોઈ ગુફામાં જઈને ધર્મની આરાધના જ કરવી જોઈએ ઉત્તમ ચારિત્ર્યની ઝંખના કરવી જોઈએ અને ધર્મધ્યાન કરતાં જીવન પૂર્ણ કરવું જોઈએ. તેથી તે સ્વયંવરમાં જવાને પુત્રને તૈયાર કર્યો.
ત્યારબાદ શુભદિને અને ઉત્તમ મુહૂર્ત ગુણવર્માને હાથી ઘોડા પાલખી, હયદળ, અશ્વદળ અને પાયદળ લઈ વાજતે ગાજતે ધામધુમથી સ્વયંવરમાં જવા પ્રયાણ કરાવ્યું. રસ્તામાં આનંદ વિનેદ કરતે, વિદ્વાને સાથે ચર્ચા કરતે અને સમજતા માર્ગ કાપતો આગળ જતો રહ્યો. સાંજ પડે ત્યાં તંબુઓ નાંખી પડાવ કરતે અને સવાર થતાં ફરી દડમજલ શરૂ થતી. ટુંક સમયમાં તે શ્રીપુરના પાદરે આવી પહોંચે. નગરમાં રાજાને ત્યાં સમાચાર મોકલાવ્યાં.
શ્રીષેણ રાજાએ ભવ્ય સ્વાગત કર્યું. ઢોલનગારા અને બેન્ડ સાથે નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરમાં ચોરે ને ચૌટે,