________________
આત્મકારક ગુણવર્મા
વિદ્યાધર કહે તમને જાગૃત અવસ્થામાં ઉપદ્રવ કરવાની તે ખુદ ઈન્દ્રમાં પણ તાકાત નથી. તે પછી મારામાં કયાંથી હોઈ શકે ? હું ખરેખર નામર્દ છું હિંમત વિનાને છું. સ્ત્રીની પ્રેરણાથી મેં આ કાર્ય કર્યું છે. મને માફ કરે.
કુમાર કહે સ્ત્રીને રાગ પાપનું મૂળ છે. ગમે તે બુદ્ધિશાળી અને બળવાન માણસ પણ સ્ત્રીના શબ્દોથી લપસી પડે છે. હવે કદી સ્ત્રીઓને વિશ્વાસ કરીશ નહિં અને શાંતિપૂર્વક ચાલ્યા જા. વિદ્યાધર તો ત્યાંથી જીવ લઈને ભાગી ગયે. કુમાર આખી રાત જાગતો રહ્યો. સવારે કનક જાગી ત્યારે બનેલી ઘટના કહી સંભળાવી અને ત્યારબાદ પિતાન. નગર તરફ ચાલતા થયાં.
- આગળ જતાં કોઈએક નગરની બહાર વનમાં એક સાધુ–મુનિ બેઠા હતાં. નગરના લોકે તેમને વંદન કરવા આવતા હતાં. તે જોઈને તેઓ બંને ત્યાં ગયાં મુનિમહા. રાજને પ્રદક્ષિણા દઈ તેમની વાણી સાંભળવા બેઠા. | મુનિ મહારાજ કહે- હે ભવ્યજને ! પૂર્વજન્મના પુણ્ય પ્રતાપે આજે તમને રત્નની ખાણ સમે મહામુલે માનવ અવતાર મલ્યો છે. સંસારમાં જન્મી તમે શું મેળવ્યું? શું કમાણી કરી ? લાડી વાડી અને ગાડીની કમાણી કરી એ સાચી કમાણી નથી. આવી કમાણ તે અનેક જન્મથી કરતાં આવ્યા છીએ અને કરીએ છીયે આ સાચી કમાણી નથી. આ કમાણી કરવા જેવું ઘણું ઘણું કર્મો બાંધ્યા છે. એથી દુર્ગતિમાં રખડવું પડયું છે. હવે એવી કમાણીની
૧૨