________________
૧૬o
ધર્મા–ધમ્પિલકુમાર કનકવતી કહે છે સ્વામીનાથ ! નિરાશ ન થાવ કંટાગેલા મનુષ્ય પાસેથી લક્ષમી દૂર રહે છે. હિંમ્મતવાન માણસોને કયાંય દુઃખ લાગતું જ નથી જે હિંમતથી આપે વિદ્યાધરને માર્યો હતો તે હિંમત કયાં ગઈ ! નાસી પાસ ના થાવ અને હૈયે હિંમત રાખો. બધું સારૂં થશે. - કુમાર કહે તારી વાત સાચી છે પરંતુ આ વિદ્યાધર તે નજર સમક્ષ દેખાયા વગર જ આપણને ત્રાસ આપે છે. તેને હું શી રીતે પહોંચું ! વિધિ કુર બની મજાક કરે છે. સામે આવી ઘા કરે તેને પહોંચાય. આ તે પીઠ પાછળ ઘા કરે છે. અજાણ પણે હોઈએ ત્યારે મારે તે શત્ર નીચ કહેવાય, બહાદુર હોય તે સામી છાતીએ આવે ત્યારે જ એ મર્દ કહેવાય. - હે પ્રિયે ! આજે હું નિંદ લેવા ચાહતે. નથી. તું સુખેથી સૂઈ જા. એમ કહી કુમળા પાન પાથરી તેમાં પત્નિને સૂવાડી અને પિતે ખુલ્લી તલવારે જાગતે બેઠે. એવામાં પિલો વિદ્યાધર પ્રગટ થયે કે તરત જ તેની સામે તલવાર લઈને દોડે. આમ અચાનક આક્રમણ જોઈ તે ખેચર ગભરાય અને ધ્રુજવા લાગ્યું. તેના હાથમાંથી શસ્ત્રો પડી ગયાં. કુમારે તેને જીવતે પકડી પાડશે. અને કહ્યું કે હે પાપી! તને શું શિક્ષા કરું ! - વિદ્યાધર કહે- ભાઈ! હું તારે શરણે આવેલું છું. હવે શરણે આવેલ ને જે શિક્ષા કરી શકાતી હોય તે કરે.
કુમાર કહે- તું અત્યારે આવી વાત કરે છે ત્યારે - જ્યારે હું શસ્ત્ર વગરને જાગૃત અવસ્થામાં ન હતા ત્યારે તે શું કર્યું હતું? તારું કાર્ય ખરેખર નીચ કહી શકાય,