________________
૧૫૮
ધમમ્મિલકુમાર આજે સવારે ફરીવાર તેણે આપઘાતને માર્ગે જઈ રહી હતી ત્યારે ખૂબખૂબ સમજાવીને પાછી વાળી છે. અને તેના પ્રાણ સમે તું આજે અહીં આવી પહોંચે એ અમારા સૌના આનંદની વાત છે. તું આ સ્ત્રીને સંભાળ તેને શાંત્વન આ૫ અને સુખી કર.'
ગુણવમ કહે હે મુનિરાજ ! આપ મારી પત્નિને જીવાડીને મને જીવતદાન આપ્યું છે. આપને ઉપકાર કદી ભૂલી શકું તેમ નથી. તેમજ હાલ મારી પાસે કશું જ નથી તેથી હું આપને કાંઈ આપી શકતા પણ નથી.
આપની આજ્ઞાથી હું મારી પત્નિને લઈ મારા દેશમાં જાઉં છું હું ઈચ્છું છું કે મને આપના દર્શનનો લાભ વારંવાર થાઓ. આપ અમારા નગરે જરૂરથી પધારશે, એવી આશા રાખું છું.
ભવિષ્ય જાણનાર તાપસે યું તે હજુ આમનું ફરી. વાર મારા આશ્રમમાં આવવાનું થશે જ.
ગુણવર્મા પત્નિને લઈને ચાલી નીક. રસ્તામાં આનંદ મસ્તી કરતાં રર કાપે છે. નદી આવી તેમાં હંસ સરખી કીડા કરી આનંદ કર્યો. કુમારે પ્રેમથી પત્નિનું સુંદર મેં નદીને પાણીમાં ધોઈ મઝા કરી રહ્યો. ત્યારબાદ ફળાહાર કરી જલપાન કર્યું અને વાત કરતાં બેઠાં.
તે સમયે ગુણવમાએ પૂછ્યું કે હે પ્રિયે! તું અહીં એકલી કેવી રીતે આવી ચડી તે તે કહે. ત્યારે તેણી ગળગળા અવાજે બેલી હે નાથ! શવ્યામાંથી જે વિદ્યાધર આપને હરી ગયે તે પાછો આવી મને કહેવા લાગ્યું કે