________________
૧૫૬
ધમ ધમ્મિલકુમાર ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે આ બંનેને જોયા. અને આંખમાં ઝેર વ્યાપી રહ્યું. મારા ભાઈને માર. નાર આમ સુખેથી કેમ રહે! એકદમ ઝડપથી નીચે આવી ગુણવર્માનું અપહરણ કરી તેને સમુદ્રમાં નાંખી દીધે.
હિંમતવાન કુમાર ડર્યા વગર સમુદ્રમાં તરવા લાગ્યો. એવામાં કે તુટેલા વહાણનું પાટિયું હાથમાં આવી ગયું. તેના આધારે તરતે તરતો આઠ દિવસે કિનારે આવી પહશે. અજાણ્યા પ્રદેશ હતે. દરિયા કિનારાને અડીને ભયંકર વન શરૂ થતું હતું. તે તેમાં પ્રવેશી આમતેમ ફરવા લાગ્યા. એવામાં દૂરદર એક તાપસ જોવામાં આવ્યા આવા બિહામણું જંગલમાં જંગલી પશુઓની ત્રાડો વચ્ચે આ માનવીને જે તેના હર્ષ પાર ન રહ્યો. તરત જ તેમની પાસે જઈ પહોંચે. તાપસે પૂછયું કે હે ભાઈ, આવા જંગલમાં તું અહીં કયાંથી આવી ચડ્યા? કુમાર કહે છે કે સમુદ્રમાં મારું વહાણ તુટીને બી ગયું. નસીબ જોગે એક પાટિયું હાથ આવી જતાં તેને સહારે અહીં આવી પહોંચે છું અને આપને જોઈ મને આનંદ થયે છે.
પછી તાપસ તેને પોતાના આશ્રમમાં લાવી જળ તથા ફળફુલ વડે મહેમાનગતિ કરી. ત્યાંથી આશ્રમના મુખ્ય મહર્ષિ પાસે જઈ વંદન કર્યું. ગુરૂએ પણ પ્રેમથી આવકાર આપ્યો. તે તેમની પાસે બેઠા. બેઠાં બેઠાં ઝુંપડી માં ચારે બાજુ જેવા લાગે. એવામાં એક ખૂણામાં બેઠેલી પિતાની પત્નિ કનકવતીને જોઈને હર્ષ પામે. મુનિએ પૂછ્યું કે ભાઈ શું આ તારી પત્નિ છે ! ગુણવર્માએ હા