________________
આત્મકારક ગુણવર્મા
૧૫૫ ત્યારબાદ ત્રણે રાજપુત્રીઓ અને પ્રિયંવદા તેની પાસે આવી અને હાથ જોડી સ્તુતિ કરવા લાગી. તેમણે ત્રણેએ પિતાની આપવીતી કહી. આ દુષ્ટ વિદ્યારે અમને નચાવી નચાવીને આ દશા કરી છે. જેથી અમે હજુ અવિવાહીત છીએ. સંસારના સુખે જેવા પામ્યા નથી. આપ અમને છેડાવી તે બદલ ખૂબ ખૂબ આભાર અને હવે જે આપની અનુજ્ઞા હોય તે અમારા ઈષ્ટ સ્થળે જઈએ. ગુણવર્માએ તેઓ ત્રણેને રજા આપી તેથી ત્રણે રાજકુમારીએ મનમાં હર્ષ પામતી આભાર માનતી પિતાના ઘેર ગઈ.
ગુણવમાં પ્રિયં વદાની સાથે વિમાનમાં બેસી પિતાના નગરે ગયે. અને કનકવતીના મહેલે ગયે. પતિને આવેલાં જઈ તેના મનને મોર ટહુકી ઊઠે. તે દરમ્યાન તેની સખી પ્રિયંવદાને વિદ્યાધર વિષે પૂછવા લાગી. પ્રિયંવદાએ પહેલેથી છેલ્લે સુધીની બનેલી તમામ વિગત કહી સંભળાવી. કુમારે વિદ્યાધરને મોતને ઘાટ ઉતાર્યો. ત્રણે રાજકુંવરીને વાસમાંથી છોડાવી વગેરે વાત કહી. આ સાંભળી કનકાવતી રાજી રાજી થઈ ગઈ. અને પતિને ધન્યવાદ આપવા લાગી.
ત્યારબાદ ઘણા સમયથી ઉત્કંઠા હોવા છતાં વિદ્યાધરની બીકે શીલનું પાલન કરવું પડતું હતું. એ ડર ગે. એટલે હવે કનકવતી સુખેથી સંસાર સુખ ભોગવવા લાગી તેના હૈયામાં અનહદ આનંદની હેલી વધી રહી. આમ જોગ સુખમાં દિવસો પસાર થવા લાગ્યાં.
એક દિવસ એવું બન્યું કે કુમાર અને કનકાવતી પ્રેમથી સુતાં હતાં તે વખતે પિલા વિદ્યાધરને મારેલ તેને