________________
આત્મકારક ગુણવર્મા
૧૫૩ એવામાં તેને લેવા આવેલ વિમાનમાં પ્રિયંવદા બેસી ગઈ અને ગુણવર્મા પણ અદ્રષ્ય રીતે ચડી બેઠે. નિર્ધારીત સ્થળ આવી જતાં બંને ઊતરીને જિન-મંદિરમાં જઈ પ્રભુજીના દર્શન કર્યા. અહીં એવું બનેલું કે કનકાવતીની બહુ રાહ જોયા પછી જ તેણે પ્રભુનું સ્નાત્ર ભણાવ્યું અને પછી ત્યા વિના જ મહત્સવ પૂર્ણ કરી રંગમંડપની બહાર આવતાની સાથે પ્રિયંવદા જોવામાં આવી. વિદ્યાધર ગુસ્સે થઈ તેની પાસે આવી પૂછયું કે તારી બહેનપણી આજે કેમ આવી નથી ? મારી આજ્ઞાની અવજ્ઞા કરનારને ચોગ્ય શિક્ષા કરવી જ પડશે. પ્રિયંવદા કહે હે દેવ ! આજે કનકવતીની તબિયત સારી ન હોવાથી આવી શકી નથી.
વિદ્યાધર કહે – હું જાણું છું કે આ તારી જુહી વાત છે. કોઈ વાંધો નહિં. એને તો હું બરાબર શિક્ષા કરીશ પણ પ્રથમ તને જુઠું બેલવા બદલ શિક્ષા કરું છું. એમ કહી તેને ગળામાંથી પકડી અને કહે કે હવે તારા ઈષ્ટ દેવને યાદ કરી લે. ત્યારે પ્રિયંવદા બોલી કે તારી સબતનું આવું જ ફળ મળશે એવી અમને ખબર જ હતી.
હે કરૂણાના સાગર એવા જિનેશ્વર દેવ ? આપનું શરણ સ્વીકારું છું. મારી સખીના સ્વામી હે ગુણવમાં મને બચાવે ત્યારે વિદ્યાધર મોટેથી બે અને ખડખડાટ હશે અરે ! એ મનુષ્યરૂપી કીડો મને શું કરી શકવાને હતે? જ્યાં પ્રિયવંદાને મારવા જાય છે ત્યાં આકાશમાંથી કેશરીસિંહની માફક ગુણવમાં પ્રગટ થયે.