________________
૫૨
ધર્મી-ધમ્મિલકુમાર
નજર જોયું હશે. તા મને સહેજે ભય નથી પરંતુ અન્ય મારફતે જાણ્યુ હશે તે! મને દુરાચારી સ્ત્રી સમજી લેશે. તેમજ ગુસ્સામાં આી મને મારી પણ નાંખે. કદાચ વિદ્યાધરને મારી નાંખે અગર તેા વિદ્યાધર મારા પતિની દુર્દશા કરે.
વળી મને કુલટા સ્ત્રી સમજી-જગતમાં મારી અદ નામી થાય તે કરતાં પતિના હાથેજ મૃત્યુ થાય એ ઇષ્ટ છે. આ ચિંતામાં હું મળી રહી છુ. હવે શુ થશે તેની કાંઈજ સમજ પડતી નથી, રાત્રે કે દિવસે મને ઉંઘ કે આરામ નથી. એક ખાજુ મને મારા સ્વામીનાથ પ્રત્યે અપાર પ્રેમ છે. બીજી બાજુ વિદ્યાધરથી ડરૂ છુ. આવી સ્થિતિ કયાં સુધી સહન કરવી ? મને કાંઇ સમજાતુ નથી, મારું મન મુંઝાય છે. મને હૃદયમાં પારાવાર વેદના ભરી છે. કે:ની પાસે જઇને હૈયું ઠાલવું ?
હે પ્રભુ ! મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરા, ઉગારે ઉભા રે.. કનકવતી કહે - હે સખી ! આજે મારા જીવને શાંતિ નથી માટે હું ત્યાં નહીં આવું. તુ એકલી જા. જે થવાનુ હશે તે થશે, એમ કહી તે પલ ગમાં અસ્વસ્થ અવસ્થામાં પડી રહી.
અદ્રશ્ય રીતે ત્યાં હાજર રહેલ ગુણવાં વિચારવા લાગ્યા કે ખરેખર આ સતી સ્ત્રી કનકવતી ઉપર જુલમ ગુજારાય છે. તેનુ દુઃખ ભયંકર છે જે સાંભળીને મને પણ દુઃખ થાય છે. આ સ્ત્રીને હું પરણેલા તેમજ મારા પ્રત્યે અનડુદ પ્રેમવાળી છે. એને આ દુ:ખમાંથી મુક્ત કરવી મારી ફરજ છે. આજે તે હુ` મારા દુશ્મન એવા એ વિદ્યાધરને મારી નાંખી મારી પત્નિને તેની છાયામાંથી છે.ડાવીશ જ