________________
-
૧૫o
. ધમ-ધમ્મિલકુમાર કનકવતીએ તે પહેરી લીધું અને બેલી હે દેવરજી! આપને કયાંથી મળ્યું તે કેમ કહેતા નથી? ત્યારે મંત્રી પુત્ર કહે છે ભાભીજી, જેમાં માનવીને જવાની શક્તિ નથી ત્યાંથી મળ્યું. કંઈ વહેમ ન રાખે.
રાજકુમારી કહે જે માનવી ન જઈ શકે તે તમે તે લાવ્યા કેવી રીતે? ત્યારે મિત્ર કે જેને સર્વ કલાઓના સ્વામી એવા ગુણવર્મા જેવા મિત્ર છે તેને માટે બધું જ સરળ છે.
આ સાંભળી કનકવતી ઊંડા વિચારમાં પડી ગઈ. અરે ! આમાં મને કોઈજ સમજ પડતી નથી. જ્યાં માનવીઓ જઈ શકે ત્યાં પણ ગયું હશે અને આ ચીજો લાવ્યું હશે? મોતના મુખમાં હાથ નાંખનાર એ કેણ હશે? કદાચ મારે રવડમી ગુણવમાં ગયે હોય એવું સંભવે ! તે મહાહિમ્મતવાન છે એટલે તેમને માટે કશું અશકય નથી. વળી બે દિવસથી હું જોઈ શકું છું કે ઉજાગરાના કારણે તેમની આંખે ઘેરાયેલી જ દેખાય છે. ખરેખર આ બંને મિત્રો એક થઈ મને સતાવવા ખાતર જ આમ કરે છે. કદાચ મારા વિમાનમાં બેસીને જવું આવવું વગેરે વાત તેઓ જાણતા હોય એવું બને !
અરેરે ! હું કેવી પાપી છું: સતી હોવા છતાં અસતીપણાનું કલંક મને લાગ્યું. એવા એવા શબ્દો બોલતી તે આખો દિવસ સંતાપમાં ગાળી દુઃખી દુઃખી બની ગઈ. તેવામાં સમય થતાં રાત પડી. ગુણવમ તે અંજન લગાવીને તલવાર લઈને તૈયાર જ બેઠો હતે. પરંતુ કનકવતી બહુ ઉદાસ અને બેચેન બની પલંગમાં આળોટતી પડી રહી