________________
આમકારક ગુણવર્મા
૧૪૯ વિદ્યાધર કહે હે પુત્રી અત્યારે તું જા–કોઈ ચિંતા કરીશ નહિં. સવારે હું ધી કાઢીશ અને તને પહોંચાડી દઈશ. અહીંથી કયાં જવાનું હતું ? એમ કહી સર્વે પત પિતાને ઠેકાણે ગયાં. તેવી રીતે કનકવતી પણ પિતાને સ્થાને પાછી આવી ગઈ. કુમાર વિમાનમાંથી ઊતરીને પિતાના આવાસે ગયે.
પ્રભાતે તે ઝાંઝર પોતાના મિત્ર-મંત્રીપુત્ર સાગરને આપી તેની સાથે કનકવતીને ત્યાં ગયા. થે મઝાની વાતે કરી સોગઠાબાજી રમવા બેઠાં ત્યારે કનકવતી બેલી હે સ્વામી ! હમણાં રમવાની વાત છે. પહેલાં કહે કે તમને ઘુઘરી કયાંથી મળી હતી? કુમારે મંત્રીપુત્ર સામે જોયું.
મંત્રીપુત્ર સાગર બોલ્યા હે ભાભીજી ! આમ ગભરાયેલા કેમ છે? મેં પ્રશ્ન કુંડલીથી બીજું પણ જાણ્યું છે કે તમારી બીજી કોઇક ચીજ પણ પડી ગઈ છે. બોલે, મારી વાત સાચી છે? આ સાંભળી કનકાવતી આશ્ચર્ય ચક્તિ થઈ ગઈ અને બેલી બીજી ચીજ કઈ છે. તે કહે, મને બતાવી અનુભવ કરાવે છે. હું માનું તે સિવાય હું તમારી વાત માનવા તૈયાર નથી. એમ કનકવતી બેલી.
મંત્રીપુત્રે કુમારને ઝાંઝર હાથમાં આપ્યું ત્યારે રાજપુત્રે મનમાં હસતાં પિતાના મિત્રના ખૂબ ખૂબ વખાણ કર્યા. કુમારે ઝાંઝર હાથમાં આપ્યું આ જોઈ કનકવતીના હૃદયમાં ગભરામણ થવા લાગી.
રાજકુમાર કહે હે પ્રિયે! આ બઝર બરાબર જોઈ લે. તપાસીને નકકી કર અને તારું જ હોય તે પહેરી લે,