________________
-
--
૧૪૮.
ધર્મી-ધમ્મિલકમાર તેને પૂછે છે કે હે દેવરજી? આ મારી ધુધરી કયાં પડી ગઈ હતી? અને તે તેને અને કયારે જડી તે કહેશે?
મંત્રીપુત્ર કહે-ભાભીજી: પ્રભાતે પ્રશ્ન કુંડલીના આધારે હું જાણુશ અને ત્યારબાદ આપને જણાવીશ. અત્યારે નહિ. એમ કહી સવે છૂટા પડ્યાં. કુમાર પિતાના આવાસે આવી આરામ કરી સ્નાન પૂજા અને દૈનિક કાર્યક્રમ પતાવી જમી પરવારી સચિની રાહ જોતા બેસી રહ્યો.
રાત્રિ આવી. ગઈકાલની માફક કુમાર અંજન આજી હાથમાં તલવાર લઇ કનકાવતીને ઘેર અદ્રષ્ય રીતે બેસી રહ્યો. સમય થતાં પેલું વિમાન આવી પહોંચ્યું અને સૌની સાથે તે પણ ગયે. ગઈકાલની પેઠે તેણી જિન-મંદિરમાં ગઈ. વંદન કરી અન્ય કન્યાઓ સાથે બેડી.
પૂજ પતી ગયા પછી બેચના સમુહ વચ્ચે પિલે વિદ્યાધર બેઠે. આજે બીજી કન્યાને વારે હોવાથી તે સ્ત્રી નૃત્ય કરવા લાગી. તે સમયે કનકવતી વીણા વગાડી રહી હતી. વીણાના તાલમાં પગ પછાડતી વખતે તેણીનું ઝાંઝર પડી ગયું તેની તેણીને બાબર રહી નહિ. અદશ્ય રીતે ગુણવર્માએ ચૂપકીથી તે લઈ લીધું.
નૃત્યને કાર્યક્રમ પતી જતાં તેણીને ખબર પડી કે પગનું ઝાંઝર પડી ગયું છે. તેની ખૂબ ખૂબ શોધખોળ કરી પરંતુ કયાંય જડ્યું નહિં. તેથી તેણએ વિદ્યાધરને ફરિયાદ કરી. વિદ્યાધર ખૂબજ ગુસ્સે થઈ બોલી ઊઠશે. અરે ! આ જિન-મંદિરમાં કદી ચેરી થતી ન હતી. હું હાજર હોવા છતાં આવું બને જ કેમ ?