________________
૧૪૬
ધી-ધમ્મિલકુમાર
વગાડવા લાગી એ જોઈ વિદ્યાધર આનદથી માથુ હલા
વતા હતા.
ગુણવાં વિચારે છે કે અહા ! આ નીચ વિદ્યાધરે મારી સ્ત્રીને નટી મનાવી નાચ નચાવે છે! આ નકવતી વસ્ત્રોથી ઢંકાએલી રહેતી હોઈ અમારા કુટુબીજને એ એનુ મુખ પણ જોયુ નથી. હું તેના પતિ હોવા છતાં તેના અંગોપાંગના દર્શન કરી શકયેા નથી. અને આ વિદ્યાધર તેણીના તમામ અંગે જોઇને આનંદ માને છે, જે મારી માલીકીની છે. તેને એક ઇશારે નચાવે છે. તેમજ જિનપુજા રાત્રિએ કરી શકાયજ નહિ, શાસ્ત્રોમાં મનાઈ છે તેમ છતાં આ મૂળ અને અવિવેકી વિદ્યાધર રાત્રે પૂજા કરે છે, આને શુ કહેવુ' ? મારે તમામ હકીકત જાણવી છે એટલે ચુપ રહેવું પડે છે નહિતર આ વસ્તુ હું સહન કરી લેત નહિ.
એટલામાં નૃત્ય કરતી કનકવતીના કંઢેરામાંથી સેનાની ઘુઘરી પડી ગઇ. કુમારે હાંશીયારી પૂર્વક ઉપાડી .ધી. તેની કોઇને ખબર પણ પડી નહિ. નૃત્યના કાર્યક્રમ પતી ગયા પછી કનકવતીને ખબર પડી કે એક ધુધરી પડી ગઈ છે. તેથી તે શેાધવાલાગી છતાંય જડી નહિં તેથી તેણીએ વિદ્યાધરને ફરિયાદ કરી. વિદ્યાધરે કહ્યું કે અત્યારે ઘણી રાત્રિ વહી ગઈ છે, સમય નથી. હમણાં તે। તુ પાછી જા, હું તપાસ કરી શેાધીને તને પરત કરીશ.
ત્યારબાદ કનકવતી સખી સાથે વિમાનમાં બેસી પાછી ફરી. સાથે ગુણવાં પણ અદ્રશ્ય રીતે પાછા આવી ગયા. ગુણવાં પેાતાના સ્થાનકે ગયે. અને થોડીવાર