________________
૧૪૪
ધમ-ધમ્મિલમાર વાત કરતાં કરતાં સમય થઈ ગયે એટલે પિતાને આવાસે આવી નાહીધોઈને પૂજા સેવા કરી સૌની સાથે જમવા બેઠો. જમીને આરામ કરતાં તે વિચારે છે કે કયારે રાત્રિ પડે અને હું કનકવતીનું ગુપ્ત રહસ્ય જાણી શકું એમ કરતાં રાત્રિ થઈ.
(કનકવતી વિદ્યાધર). રાત્રિને પ્રથમ પહેર મિત્રો સાથે આનંદ વિનોદમાં ગાળી સૌને વિદાય કરી ગુણવર્મા અંજન આંજી હિમ્મતથી હાથમાં તલવાર લઈને કનકવતીને આવાસે ગયે. અને એક બાજુએ ચુપચાપ બેસી રહ્યો. રાત્રિ આગળ વધતી જતી હતી તેમ છતાં કનકવતી જાગતી હતી અને સખીને પૂછે છે કે કેટલી રાત્રિ ગઈ?
- સખી કહે છે આકાશ તરફ જોઈને કે સમય થવા આવે છે મનહર શુંગાર સજી તૈયાર થઈ જાવ. વિમાન આવતું જ હશે. અને એ પ્રમાણે અત્યંત મનોહર અલકાર અને આભૂષણો પહેરી આકર્ષક શૃંગાર કરી તૈયાર થઈ ગઈ. આ જોઈને ગુણવર્મા વિચારે છે કે આવી સ્ત્રી એને ધિક્કાર છે કે જે પતિની આંખમાં ધૂળ નાંખીને અન્યની સાથે ભેગ વિલાસ કરે છે.
મને બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહી અંદરખાને કેવા નીચ કાર્યો કરી રહી છે તેનું આજે મને સમજાયું. આ સ્ત્રી આટલી બધી નીચ અને હલકટ હશે તેની મને કલ્પના પણ ન હતી. સ્ત્રીઓના મુખમાં મીઠી વાણું હોય છે.
જ્યારે અંતરમાં કાંઈજ બીજુ જ હોય છે સ્ત્રીઓને કેણુ સમજી શકે! આ અંજન મળ્યું તે સાચી હકીક્તની જાણ થશે.