________________
૧૩૦
ધર્મી-ધમ્મિલકુમાર
સમી એક પુત્રી છે. તેનુ નામ કનકવતી છે. રૂપ તેા રતિને શરમાવે તેવું છે. શાસ્ત્રોમાં સંગીતમાં અને સ્ત્રીઓને લાયક તમામ વિદ્યામાં પારંગત છે. તેમ છતાં હું તેણીના વધારે વખાણ કરવા અસમર્થ છે. એકની એક પુત્રી હાવાથી અને યૌવન અવસ્થાને પહેાંચી ગઇ હાવાથી તેને ચેાગ્ય વરની શોધ કરવામાં અમારા રાજા ચિ'તામાં પડી ગયા છે.
..
ખરેખરજ વિધાતાએ એવુ સજ્જન કર્યું છે કે તેને લાયક વર કહેવાને કોઇ મનુષ્ય સમર્થ નથી. જો કે જેણે તેણીનું સર્જન કર્યું છે તેને યેાગ્ય વસ્તુ પણ સન તે કર્યું જ હશેને ! પરંતુ તે કાંઇ શેાધવા જતાં મળે તેમ લાગતુ નથી. જેથી કરીને તેણીને માટે સ્વયંવર કરવેાજ શ્રેષ્ઠ છે જેથી કરીને ચેાગ્ય વર મળી જાય. આમ વિચારી અમારા રાજાએ સ્વયંવરની યોજના કરી છે.
સ્વયંવરના માંડપ હજારો કારીગરે બેસાડી ઉત્તમ પ્રકારની યેાજના કરાવી છે. મંડપને ચાર ચાર કલાત્મક કમાનવાળા દરવાજા મુકાવ્યા છે, રાજામહારાજાઓને એસવા માટે સેાનાના કાતરણીવાળા દેદ્રિષ્યમાન સિંહાસને મૂકાવ્યા છે. તેની ઉપર સુવર્ણ કળશ અને ધજાએ મૂકી છે. મંડપની જમીન સ્ફટીકની અનાવડાવી છે. અનેક કલાત્મક સ્ત ંભા મૂકી તેના ઉપર કાતરણીવાળી અંગભંગીથી પુતળીએ મૂકી. છે. ઉત્તમ કોટીના શણગારથી તે સુથેભિત મન્યા છે. અમારા રાજાએ ચારે દિશામાં અનેક રાજા મહારાજાને દતા મારફતે ખાસ આમંત્રણ મેાકલાવ્યાં છે,