________________
ભકારક ગુણવર્મા
૧૪૧. પણ મારા ત્રણ શિષ્યો ને લઈને ત્યાં આવી જઈશ ત્યારબાદ શું કરવું તે સમજાવીશ.
ગુણવર્મા તેમની આજ્ઞા શિરેમાન્ય કરી નગરમાં ગયે. કૃષ્ણ ચતુર્દશીને દિવસ આવી પહોંચ્યા. ગુણવર્મા પિતાની દૈનિક-કિયા પતાવીને સાંજના મલ્લ જે વેશ ધારણ કરી હાથમાં તલવાર લઈ કેઈને પણ કહ્યા સિવાય ચૂપચાપ ઘરની બહાર નીકળી રવનાથ યેગીએ કહેલ તે રમશાનમાં આવી પહોંચે. ગીરાજ તે હવનની સાધન સામગ્રી લઈને તેની પહેલાં આવી ગયા હતા. તે ભેગીને મલ્યો. ત્યારે યોગી ફરીવાર બેલ્યા કે હે કુમાર ! આ મંત્રસિદ્ધિને આધાર તારા ઉપરજ છે. આ મારા ત્રણે શિષ્ય નકામાં છે. ભીરૂ છે. બીકણ અને ડરપોક છે.
ગુણવમાં કહે હું અહીં બેઠો છું ત્યાં સુધી તમારે કેઈએ કઈ પણ વાતનો ડર રાખવે નહિ.
ત્યારબાદ યોગીરાજે ઉત્તર દિશામાં ખુલ્લી તલવાર સાથે કુમારને ઉભા રાખી બાકીની ત્રણે દિશામાં પિતાના શિષ્યોને ઉભા રાખ્યા અને મધ્યમાં કુંડાળું કરી તેમાં માનવીનું મડદું રાખી પોતે ઉભા રહ્યાં. પછી મડદાના મુખમાં અગ્નિ સળગાવી મંત્રોચ્ચાર કરતાં કરતાં કણેરના પુછે અને ગુગળની ગળીઓથી હોમની ક્રિયા શરૂ કરી ભય પમાડે તેવું વાતાવરણ હતું.
એવામાં અચાનક કાન ફાડી નાખે તે ભયંકર અવાજ આવ્યું. પૃથ્વી ફાટી અને તેમાંથી વિકરાળ વેતાલ પ્રગટ થયે. તેને જોઈને ત્રણે શિષ્યો તે ભાગી ગયા. માત્ર