________________
૯. આત્મકારક ગુણવર્મા
આ ભરત ક્ષેત્રમાં કુરૂ નામે એક દેશ હતો. તેમાં હસ્તિનાપુર નામે એક સુંદર નગર હતું. ઉત્તમ વર્ણન અને ધાર્મિક તેમજ ધનિક લોકોથી તે સુભિત હતું. તે નગરમાં દ્રઢધર્મ નામે રાજા હતો જે મહાબળવાન હિતે. શત્રુઓ તેના નામ માત્રથી થરથર કંપી ઊઠતા. તેને અત્યંત સ્વરૂપવાન એવી ચંદ્રાનના નામે રાણી હતી. સ્વર્ગની દેવીએ અને ઈન્દ્રની અપ્સરાઓ એના રૂપની ઈર્ષા કરતા. રાજારાણી પરસ્પર અત્યંત પ્રેમથી સંસાર સુખ ભેગ. વતાં દિવસો પસાર કરતાં હતાં.
એક દિવસ રાત્રે સ્વપ્નમાં તેણે સિંહ જે સમય જતાં તેણે ગર્ભવતી બની અને પૂરા દિવસે સિંહ જેવા પરાક્રમી પુત્રને જન્મ થયે. ઉગતા સૂર્યની પેઠે બાળકની તેજની આભા વધતી ચાલી તેની વાણીમાં મૃદુતા હતી. તેનું નામ પાડ્યું “ગુણવર્મા બાળપણથી જ તેનામાં નામ પ્રમાણે અનેક ગુણના દર્શન થતાં.
સમય જતાં દ્રઢધર્મ સજાએ કઈ વિદ્વાન ઉપાધ્યાય પાસે અભ્યાસ કરવા મૂકો. ટુંક સમયમાંજ અનેક શાસ્ત્રોને અભ્યાસ પરિપૂર્ણ કરી પોતે પણ વિદ્વાન બની ગયે. ત્યાર બાદ શાસ્ત્રોના અભ્યાસી એવા પ્રધાનપુત્રની સાથે રહી શસ્ત્રવિદ્યામાં પણ પ્રવિણ બની ગયે. આમ કરતાં તે બાળપણું છોડી નવયુવાન બની ગયે. આમ યુવાનીને તરવરાટમને હર રૂપ કાંતિ, શસ્ત્ર શાસ્ત્રોને જાણકાર બળવાન શક્તિ