________________
૧૩૨
ધમ-ધમ્મિલકુમાર મકાનના ઝરુખે અને અગાશીએ માનવીઓનાં ટોળા કુમારને જોવા ઉમટયાં. નગરની સ્ત્રીઓએ પુષ્પ વર્ષા કરી પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. નવયૌવનાઓ આવા કામદેવ જેવા અત્યંત સ્વરૂપવાન કુમારને જોઈ મેહપામી તેના વખાણ કરવા લાગી. રાજાએ ગુણવને ત્યા તેના સકળ પરિવારને એક મહેલમાં ઉતારો આપી તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા કરાવી. આવી જ રીતે અન્ય રાજા–મહારાજાઓને આમંત્રણ આપ્યું હતું તેવા સવેને મહોત્સવ પૂર્વક ધામધુમથી વાજતે ગાજતે નગર પ્રવેશ કરાવી ઉત્તમ સ્થાનકે ઉતારે આપી તમામ પ્રકારની વ્યવસ્થા કરાવી આપી. સૌ રાજા-મહારાજાઓ આવી ઉત્તમ પ્રકારની આગતાસ્વાગતા અને મહેમાનગતિ કરી તે જોઈ સૌ રાજી થઈ ગયાં.
વિવાહનો દિવસ નજીક આવતા જાણી રાજકુમારી કનકવતી વિચારે છે કે મારા માટે યોગ્ય વર મેળવવા માટે આ સ્વયંવરની રચના કરી છે. અને અનેક દેશના રાજવીઓ અહીં આવી પણ ગયા છે. આ રાજવીઓ પૈકી મારે લાયક કોણ છે તે મારા પિતા પિતે પણ નક્કી કરી શકયા નથી જેથી આ સ્વયંવર કરે પડયો છે. પણ હવે હું પોતે કોઈને વિષે કશું જ જાણતી નથી તે પસંદગી શી રીતે કરી શકીશ!
સ્વયંવર વખતે તે દરેક રાજા એકબીજાથી ચડી. યાતા વસ્ત્રો અને આભુષણે પહેરીને આવશે. તેમની ઉંમર તેમનું રૂપ તે જોઈ શકાશે પરંતુ તેમના ગુણેની ઓળખ બહુ મુશ્કેલ પડશે અને જે ભૂલથી હું કેઈ નિર્ગુણી